આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ભાજપ-કોંગ્રેસમાં યાદીના ઠેકાણા નથી:અમદાવાદ-રાજકોટમાં માનીતાઓને ટિકિટ અપાવવા નેતાઓ જીદે ભરાયા, સુરતમાં ટિકિટ મળી છતાં ઉમેદવારે રાજીનામું આપ્યું

Gujarat4/10/2026, 4:30:00 AM
આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ભાજપ-કોંગ્રેસમાં યાદીના ઠેકાણા નથી:અમદાવાદ-રાજકોટમાં માનીતાઓને ટિકિટ અપાવવા નેતાઓ જીદે ભરાયા, સુરતમાં ટિકિટ મળી છતાં ઉમેદવારે રાજીનામું આપ્યું
આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે. અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સાદડિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
Read Original Article →