મહિલાની છેડતી બદલ આરોપીને 1 વર્ષ કેદની સજા:જાહેરમાં હાથ પકડી પ્રેમ સબંધ બાંધવા દબાણ કર્યું હતું, બ્લેકમેઈલ કરી ખોટો કેસ કર્યાંનો આરોપીએ બચાવ કર્યો
અમદાવાદમાં મહિલાની છેડતી કરનાર આરોપીને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી મનિષ મકવાણાએ ભોગ બનનાર મહિલાનો નોકરી પર તેમજ પિયર-સાસરીમાં અવારનવાર પીછો કર્યો હતો. એટલું જ નહીં હાથ પકડી છેડતી કરવા બાબતે તેમજ પ્રેમ સંબંધ બાંધવા દબાણ પણ કર્યું હતું. જે બાદ ગાળાગાળી અને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. જે બદલ વાડજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં ફરિયાદ નોંધાઈ હતી. બ્લેકમેઈલ કરી ખોટા કેસની આરોપીએ બચાવ કર્યો હતો
મેટ્રો કોર્ટમાં આ કેસમાં ફરિયાદ પક્ષે 4 મૌખિક અને 4 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપીએ પોતાની સામેના તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને તેને બ્લેકમેઈલ કરી ખોટો કેસ કરાયો હોવાનો બચાવ કર્યો હતો. કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ, 12 હજારનો દંડ ફટકાર્યો
પરંતુ કોર્ટે ભોગ બનનાર અને સાક્ષીઓની જુબાનીને વિશ્વસનીય માની આરોપીનો બચાવ અમાન્ય રાખ્યો હતો. કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 12 હજાર રૂપિયાનો દંડ ભરવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિધવા મહિલાની જાતીય સત્તામણી કરવા બદલ મેટ્રો કોર્ટે વાસણા પોલીસ મથકે નોંધાયેલા એક કેસમાં આરોપીને 2 વર્ષ કેદની સજા ફટકારી હતી.
Read Original Article →