મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ:મિયાવાકી પદ્ધતિ આધારિત ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ, 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

Gujarat6/5/2026, 10:35:40 AM
મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ:મિયાવાકી પદ્ધતિ આધારિત ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ, 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે અમદાવાદ શહેરને વધુ હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ ૨૦૨૬’ (Mission Five Million Trees) અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને આ વર્ષે 50 લાખથી વધુ વૃક્ષો વાવવાના સંકલ્પને લીલી ઝંડી આપી હતી. આ અભિયાન અંતર્ગત મિયાંવાકી પદ્ધતિ આધારિત ‘ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ની પણ શરૂઆત કરવામાં આવી છે. હીટ આઇલેન્ડ ઇફેક્ટ અને વધતા તાપમાન સામે મનપાનો માસ્ટર પ્લાન ઝડપી શહેરીકરણ અને વધતી વસતીના કારણે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં ‘હીટ આઇલેન્ડ ઇફેક્ટ’ની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. 40થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ગરમીની અસર સામાન્ય રીતે 1થી 2 કલાક રહેતી હોય છે, તે હવે વધીને 3થી 4 કલાક સુધી અનુભવાય છે. આ પર્યાવરણીય પડકારને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગ્રીન કવર વધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. હોટસ્પોટ વિસ્તારો પર વિશેષ ફોકસ અને સંસ્થાઓ સાથે મોહરા (MoU) શહેરના એર ક્વોલિટી વિભાગ દ્વારા એવા વિસ્તારોની ઓળખ (Hotspots) કરવામાં આવી છે જ્યાં હવાની ગુણવત્તા નબળી છે. આ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સુધારવા માટે વ્યાપક પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવશે. આ મહાઅભિયાનમાં માત્ર તંત્ર જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્રને પણ સાંકળવામાં આવ્યું છે. વૃક્ષોના વાવેતર અને તેના યોગ્ય જતન માટે પી.પી.પી (PPP), સી.એસ.આર (CSR) અને સી.ઇ.આર (CER) મોડલ હેઠળ 9 જેટલી અગ્રણી સંસ્થાઓ સાથે MOU કરવામાં આવ્યા છે. AMC સેવા એપ પર રજિસ્ટ્રેશન કરો, ટીમ ઘરે આવીને મફતમાં વૃક્ષ વાવી આપશે. આ અભિયાનમાં લોકભાગીદારી વધારવા માટે મનપા દ્વારા એક અનોખી ડિજિટલ પહેલ કરવામાં આવી છે: છેલ્લા 7 વર્ષમાં અમદાવાદમાં થયેલું પ્રશંસનીય વૃક્ષારોપણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગ્રીન કવર વધારવા માટેના લક્ષ્યાંકો ઊંચા કરવામાં આવ્યા છે, જે નીચે મુજબના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે: કાર્યક્રમમાં પ્રભાવશાળી મહાનુભાવોની ઉપસ્થિતિ આ ગ્રીન મિશનના પ્રારંભ પ્રસંગે રાજ્યના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, ધારાસભ્ય અમિત શાહ, જીતુ ભગત, અલ્પેશ ઠાકોર, હસમુખ પટેલ, હર્ષદ પટેલ, કૌશિક જૈન તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત મનપાના ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણના જતન માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. અમદાવાદ શહેરમાં હરિયાળી વિસ્તાર વધારવા અને પર્યાવરણલક્ષી વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ ભાગીદારી હેઠળ સંસ્થાઓને ફાળવવામાં આવેલી કામગીરી અનુસાર શહેરમાં વૃક્ષારોપણ, ઓક્સિજન પાર્ક, અર્બન ફોરેસ્ટ, ગાર્ડન ડેવલપમેન્ટ અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવશે. 10 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે આ અંતર્ગત પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસ લિમિટેડ દ્વારા શહેરમાં ઓક્સિજન પાર્કનું ડેવલપમેન્ટ કરવામાં આવશે અને તેની આગામી પાંચ વર્ષ સુધી જાળવણી પણ કરવામાં આવશે. હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટદ્વારા 10 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે, તેમજ તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની જવાબદારી પણ સંસ્થા સંભાળશે. આ જ રીતે સદભાવના વૃદ્ધાશ્રમ (માનવ સેવા ચેરીટેબલ) દ્વારા પણ 10 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ અને તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સમિતિ દ્વારા 25 હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ તથા ત્રણ વર્ષ સુધી તેની જાળવણી હાથ ધરાશે, જ્યારે કેચ ફાઉન્ડેશન દ્વારા એક લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ અને તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં હરિયાળા વિસ્તારો વધારવા માટે ક્રેડાઈ અમદાવાદ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચવવામાં આવનાર 50 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગાર્ડન ડેવલપમેન્ટ, ગાર્ડન રી-ડેવલપમેન્ટ અથવા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે. પાંચ મુખ્ય સ્થળો પર ક્લોથ રિસાયક્લિંગ બૂથ સ્થાપિત કરવામાં આવશે આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા જેડ બ્લુ કંપની દ્વારા અમદાવાદ શહેરના પાંચ મુખ્ય સ્થળો પર ક્લોથ રિસાયક્લિંગ બૂથ સ્થાપિત કરવામાં આવશે. સાથે જ શહેરના વિવિધ ઝોનમાં ટ્રી-પિટ્સ બનાવવાની કામગીરી પણ જેડ બ્લુ કંપની દ્વારા હાથ ધરવામાં આવશે. શહેરના સૌંદર્યીકરણ અને હરિયાળા માર્ગોના વિકાસ માટે ક્રેસ્ટ ડેટા દ્વારા CSR અંતર્ગત YMCAથી રિંગ રોડ સુધી થીમેટિક રોડ ડેવલપમેન્ટ માટે સહયોગ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ-2026’ અંતર્ગત હાથ ધરવામાં આવતી આ વિવિધ પહેલોથી શહેરમાં મોટા પાયે વૃક્ષારોપણ, હરિયાળા વિસ્તારોમાં વધારો, કચરાના પુનઃઉપયોગને પ્રોત્સાહન તેમજ પર્યાવરણલક્ષી માળખાકીય વિકાસને નવી દિશા મળશે. શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી કોર્પોરેશન અને ખાનગી સંસ્થાઓ વચ્ચેની આ ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →