ગોધરાકાંડ બાદ રમખાણના 11 આરોપીને નિર્દોષ છોડતી અમદાવાદ મેટ્રો કોર્ટ:2 હજારના ટોળાને વિખેરવા અશ્રુગોળા અને હવામાં ફાયરિંગ કરાયું હતું

Gujarat4/11/2026, 3:31:50 PM
ગોધરાકાંડ બાદ રમખાણના 11 આરોપીને નિર્દોષ છોડતી અમદાવાદ મેટ્રો કોર્ટ:2 હજારના ટોળાને વિખેરવા અશ્રુગોળા અને હવામાં ફાયરિંગ કરાયું હતું
વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. ત્યારે મે, 2002માં અમદાવાદમાં હુલ્લડ મચાવવા બદલ 11 આરોપીઓ સામે માધવપુરા પોલીસ મથકે કેસ નોંધાયો હતો. જેનો અમદાવાદ મેટ્રો કોર્ટે ચુકાદો આપતા તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. ટ્રાયલ દરમિયાન આરોપીનું મૃત્યુ થયું છે. 2000 લોકોનું ટોળું એકઠું થયું હતું ને પથ્થરમારો કર્યો હતો કેસને વિગતે જોતા ગોધરા કાંડ બાદ મે મહિનામાં દિલ્હી દરવાજા અને માધુપુરા ખાતે લઘુમતી કોમ ઉપર ધોસ જમાવવા 2000 જેટલા લોકોનું ટોળું બપોરે એકઠું થયું હતું. જેઓએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ગાડીએ ટોળાને વિખેરવા પ્રયત્ન કર્યો હતો. જેના સપોર્ટમાં અન્ય પોલીસ ફોર્સ પણ આવી ગઈ હતી. તેઓએ અશ્રુવાયુ અને હવામાં ફાયરિંગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. 11 આરોપીને નિર્દોષ છોડતી અમદાવાદ મેટ્રો કોર્ટ પોલીસે આ દરમિયાન સાતેક જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે બનાવને 23 વર્ષ જેટલો સમય વીતી જવાથી સાહેદોને સમન્સ મોકલવામાં આવ્યા છતાં તે મળી આવેલો ન હતા. વળી ફરિયાદી PSI પણ ગુજરી ગયા હતા. ત્યારે અમદાવાદ મેટ્રો કોર્ટે 4 સાહેદ અને 4 પુરાવા તપાસીને ત્યારે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
Read Original Article →