અમદાવાદ-મહેસાણાના મનપાના કોણ બનશે મેયર?:AMCના મેયર બનવા હિતેશ બારોટ સૌથી મજબૂત દાવેદાર, મહેસાણામાં મિત્તલ બેન મેદાન મારી શકે

Gujarat5/26/2026, 12:30:43 AM
અમદાવાદ-મહેસાણાના મનપાના કોણ બનશે મેયર?:AMCના મેયર બનવા હિતેશ બારોટ સૌથી મજબૂત દાવેદાર, મહેસાણામાં મિત્તલ બેન મેદાન મારી શકે
રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આજે અમદાવાદ અને મહેસાણાના મેયર તથા સ્ટેન્ડિગ કમિટીના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા સંબંધિત મહાનગરપાલિકાઓને સત્તાવાર મેન્ડેટ મોકલવામાં આવશે. ત્યારબાદ મનપાઓમાં સામાન્ય સભાનું આયોજન થશે. જેમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે. મહાનગરપાલિકાઓમાં નવા નેતૃત્વને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વિવિધ દાવેદારો અને જૂથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લોબિંગ પણ તેજ બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદમાં મેયર પદ OBC પુરુષ માટે અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 160 બેઠકો મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા ફરી આવી છે ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે અંગે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ OBC પુરુષ માટે અનામત છે. અનુભવી અને સિનિયર રહી ચૂકેલા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવતા હોય છે. ડેપ્યુટી મેયર માટે 8 દાવેદાર સામાન્ય રીતે જો મેયર પદ પર પુરુષ હોય તો મહિલા ડેપ્યુટી મેયર અને મેયર મહિલા હોય તો ડેપ્યુટી મેયર પુરુષ તરીકે મૂકવામાં આવતા હોય છે. મેયર પદ પર પુરુષ હોવાના પગલે ડેપ્યુટી મેયર તરીકે મહિલા મુકાઈ શકે છે. ડેપ્યુટી મેયર પદના દાવેદાર તરીકે લાંભા વોર્ડના ડો. ચાંદની પટેલ, સાબરમતી વોર્ડના અંજુબેન શાહ, રાણીપ વોર્ડના ભાવિ પંચાલ, અસારવા વોર્ડના અનસુયા પટેલ નરોડા વોર્ડના દિવ્યાબેન નિકુંજ ખાખી, સરદારનગર વોર્ડના ડિમ્પલ વરિંદાની, ઓઢવના મીના રઘુવેન્દ્ર ઠાકોર અથવા વિલાસબેન દેસાઈ છે. શાસક પક્ષના નેતા માટે 4 અને દંડક તરીકે 3 દાવેદાર શાસક પક્ષના નેતા તરીકે સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ ખચરિયા, ઘાટલોડિયા વોર્ડના પ્રવીણ અંબાલાલ પટેલ, વિરાટનગરના મુકેશ પટેલ, શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર સહિતના નેતાઓ દાવેદાર માનવામાં આવી રહ્યા છે જ્યારે દંડક તરીકે ખોખરા વોર્ડના નયન બ્રહ્મભટ્ટ, ઠક્કરબાપાનગરના રણજીતસિંહ વાળા, શાહપુર વોર્ડના હિતેન્દ્ર બાબુભાઈ પરમાર સહિતના નેતાઓ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સ્ટે. ચેરમેન પદ માટે જૈનિક વકીલની મજબૂત દાવેદારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાલડીના જૈનિક વકીલ, ખોખરાના કમલેશ પટેલ, સરદાર પટેલ સ્ટેડિયમના રાકેશ પરીખ, નિકોલના પરેશ લાખાણી દાવેદાર માનવામાં આવે છે. નોંધનીય છે કે, 24 મેના રોજ ભાજપ દ્વારા પાલડી કોર્પોરેટર જૈનિક વકીલ, અમરાઈવાડીના રાકેશ સક્સેના, ગોતા વોર્ડના કેતન પટેલ, નિકોલ વોર્ડના પરેશ લાખાણી, બોડકદેવના દેવાંગદાણી સહિતના દરેક વિધાનસભામાંથી બે કોર્પોરેટરોના કુલ 30 કોર્પોરેટરોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી. મહેસાણાના મેયર પદ માટે મિત્તલ પ્રજાપતિ દાવેદાર મહેસાણા મનપામાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન પદ માટે કોના નામ પર મહોર લાગશે તેના પર સૌની નજર ટકેલી છે. મેયર પદની રેસમાં નયના પ્રજાપતિ, મિતલ પ્રજાપતિ અને ઉષા ચૌધરીના નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિગના ચેરમેન પદ માટે દીપક પટેલ રેસમાં ડેપ્યુટી મેયર પદ માટે રાકેશ બારોટ, ધીરજ કરમચંદાણી અને રાકેશ પટેલના નામ અગ્રણી માનવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે દીપક પટેલનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે, જેઓ અગાઉ કારોબારી સમિતિમાં સફળતાપૂર્વક પોતાની સેવાઓ આપી ચૂક્યા હોવાથી સંગઠનમાં અનુભવી અને મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવે છે.
Read Original Article →