અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ડખ્ખો:હાજી સિમેન્ટવાળાએ કહ્યું-'હું AIMIMમાં નથી જવાનો, મારી ટિકિટ કાપવા માટે અફવા ફેલાવે છે, ટિકિટ માટે હું હકદાર છું'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત થાય તે પહેલા કોંગ્રેસમાં ટિકિટમાં ખેંચતાણ જોવા મળી રહ્યું છે. મકતમપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી છે. ટિકિટ ન મળે તે માટે કેટલાક લોકોએ પ્રયાસ શરૂ કર્યા હોવાના પૂર્વ કોર્પોરેટર હાજી સિમેન્ટવાળાએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ નહીં મળતી હોવાથી સાંજે AIMIMમાં જોડાવવાનો હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કેટલાક દાવેદારોએ ખોટી રજૂઆત પ્રદેશ સંગઠનને કરી હોવાનો દાવો
ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ દાવેદારોએ પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ ખોટો પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસના જ દાવેદારી કરનાર કાર્યકર્તાઓ મક્તમપુરા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટરને ટિકિટ ન મળે તે માટે પ્રચાર શરૂ કરતા સમગ્ર મામલો હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે. વોર્ડ બદલવા માટે કેટલાક દાવેદારોએ ખોટી રજૂઆત પ્રદેશ સંગઠનને કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ AIMIMમાં જોડાતા હોવાથી ટિકિટ ન આપતા પણ રજૂઆત થઈ હોવાનો હાજી સિમેન્ટવાળાએ દાવો કર્યો છે. જેને લઈને ખોટી રજૂઆત કરવામાં આવતી હોવાની હાઇકમાન્ડને જાણ કરી છે. 'હું કોઈ સ્ટેજ પર જવાનો નથી અને કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી'
પૂર્વ કોર્પોરેટર હાજી સિમેન્ટવાળાએ જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયે પોત પોતાના સ્વાર્થ ખાતર અને ટિકિટ મને ન મળે અને તેમને મળી જાય તે માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હું સાંજે કોઈપણ સ્ટેજ પર જવાનો નથી અને કોઈ બીજી પાર્ટીમાં જોડાવાનો નથી. તેમજ હું કોઈ વોર્ડની પણ બદલી કરવાનો નથી. મારો હોમ ગ્રાઉન્ડ છે પ્રજાથી લઈને સરપંચ સુધી અને ત્રણ ટર્મ કોર્પોરેટર તરીકે કાઢી છે. મકમપુરામાં ટિકિટ માટેનો હું હકદાર છું જેથી પ્રદેશ પ્રમુખને રજૂઆત
પાર્ટી ટિકિટ આપશે તેવો દાવો કરતા હાજી સિમેન્ટવાળાએ જણાવ્યું હતું કે, તેમજ સતત લોકો માટે મદદ કરી છે જેથી મને વિશ્વાસ છે કે પાર્ટી મને ટિકિટ આપશે અને હું અહીંયાથી જ ચૂંટણી લડીશ. ટિકિટ લેવા કેટલાક દાવેદારો ખોટી અફવા ફેલાવી રહ્યા છે. પાર્ટીના નેતા પણ મારા વિશ્વાસ રાખીને મને તક આપશે. સાંજે 4 વાગ્યે AIMIMમાં જોડાવવાનો છું તેવી ખોટી અફવા ફેલાવવામાં આવી છે. ટિકિટ નહીં મળે તેવી પણ ખોટી અફવા ચાલી રહી છે. મકમપુરામાં ટિકિટ માટેનો હું હકદાર છું જેથી પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી છે.
Read Original Article →