14 મહિનામાં 100થી વધુ એકાઉન્ટ ખોલાવ્યા:અમદાવાદમાં જરૂરિયાતમંદ લોકોના ખાતા ખોલાવી સાયબર ફ્રોડ માટે મોકલનાર ઝડપાયો

Gujarat5/19/2026, 5:08:18 AM
14 મહિનામાં 100થી વધુ એકાઉન્ટ ખોલાવ્યા:અમદાવાદમાં જરૂરિયાતમંદ લોકોના ખાતા ખોલાવી સાયબર ફ્રોડ માટે મોકલનાર ઝડપાયો
અમદાવાદ ઝોન 1 એલસીબીએ સાયબર ગઠિયાઓને બેંક એકાઉન્ટ આપનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અને તેના સાથીઓએ મળીને છેલ્લા 14 મહિનામાં 100થી વધુ જરૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી બેંકની કીટ મેળવી લીધી હતી.આરોપી પાસેથી મળેલા બેંક એકાઉન્ટ સામે દેશભરમાં સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાઈ છે.એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પાંચ આરોપી ફરાર છે. લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી કીટ પોતાની પાસે રાખી લીધી ઝોન 1 એલસીબી સ્કોડના કોન્સ્ટેબલ કમલેશભાઈને બાતમી મળી હતી જેના આધારે નારણપુરામાંથી નીરવ શાહ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. નીરવની તપાસ કરતા 3 ATM કાર્ડ,1 પાસબુક અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.આરોપીએ અનેક લોકોના બેંક એકાઉન્ટ ખોલાવીને બેંકની કીટ પણ પોતાની પાસે રાખી દીધી હોવાની જાણકારી હોવાથી આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. પૈસાની જરૂરિયાતવાળા લોકોના સેવિંગ-કરંટ એકાઉન્ટ ખોલાવ્યા આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી અને તેની સાથેનો વિશાલ કોટક છેલ્લા 14 મહિનાથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ કરે છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પૈસાની જરૂરિયાતવાળા લોકોને મળીને તેમને લલચાવીને જુદી રીતે બેંકોમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યા છે. દેવ મોઢેરા નામના વ્યક્તિએ પણ ચાંદખેડા વિસ્તારના રહીશોના બેન્ક એકાઉન્ટ ખોલાવીને આપ્યા છે. બેન્ક એકાઉન્ટ, બેલેન્સ કરવા અને સીમકાર્ડ લેવા માટે જે ખર્ચ થતો હતો તે ખર્ચનો હિસાબ વિશાલ આપતો હતો. 100થી વધુ લોકોની બેન્ક એકાઉન્ટની વિગત સાયબર ગઠિયાઓ સુધી પહોંચાડી એકાઉન્ટ ખોલ્યા બાદ એકાઉન્ટની કીટ લઈને નીરવ વિશાલને આપતો હતો.વિશાલ આગળ પટેલભાઈ, ગોપાલ પંચાલ અને વિકી નામના આરોપીને આપતો હતો.અત્યાર સુધી આ ગેંગે ભેગા મળીને 100થી વધુ લોકોની બેન્ક એકાઉન્ટની વિગત સાયબર ગઠિયાઓ સુધી પહોંચાડી છે. કેટલાક એકાઉન્ટ વિરુદ્ધમાં દેશભરમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક એકાઉન્ટ વિરુદ્ધમાં દેશભરમાં અલગ અલગ રાજ્યમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધઈ ચૂકી છે.આ સમગ્ર મામલે પકડાયેલા આરોપી નિરવ શાહ ઉપરાંત વિશાલ કોટક,દેવ મોઢેરા,પટેલ ભાઈ,ગોપાલ પંચાલ અને વિકી વિરુદ્ધમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Read Original Article →