અમદાવાદમાં ડાયાલિસિસ દર્દીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ:કિડની, અંગદાન, પાણી સંરક્ષણનો સંદેશ અપાયો, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા
અમદાવાદમાં ડાયાલિસિસ દર્દીઓ માટે ‘નિમંત્રણ’ નામનો એક વિશેષ જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 4 જૂન, 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે આર.કે. રોયલ હોલ, સાયન્સ સિટી રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પણ ઉપસ્થિત હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિડની આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો, અંગદાનને પ્રોત્સાહન આપવાનો અને પાણી બચાવવાના સંદેશને સમાજ સુધી પહોંચાડવાનો હતો. "પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો" જેવા મહત્વપૂર્ણ સંદેશાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશનના યોદ્ધાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહનો હેતુ આ દર્દીઓના સંઘર્ષ અને હિંમતને બિરદાવવાનો હતો. કેન્દ્રીય જળ શક્તિ રાજ્યમંત્રી સી. આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપ દેશમુખ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજ્યો.
Read Original Article →