અમદાવાદ રેલવે સ્ટેશન પર પહેલીવાર ડિજિટલ લોકરની સુવિધા:કલાક દીઠ રૂ.40થી 280 ચાર્જ, આ 7 સ્ટેપથી બુકિંગ કરાવી શકાશે; જો સમયનો સ્લોટ પૂરો થશે તો લોકર લોક થશે
જો હવે તમે અમદાવાદ ટ્રેન મારફતે આવો છો અને જો ક્યાંય ફરવા માટે જતા હોય અને તમારો સામાન મુકવો હોય તો રેલવે સ્ટેશન પર સામાન મુકવા માટે ડિજિટલ લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર મેન્યુઅલ સાથે હવે 59 ડિજિટલ લોકરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે ડિજિટલ લોકરમાં પોતાનો સામાન મુકવા માટે 3 કલાકથી 24 કલાકના અલગ અલગ પ્રકારના સામાન માટે રૂ.40થી લઈને 280 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જોકે મેન્યુઅલ લોકર રૂમમાં 15થી લઈને 30 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. START બટન પર ક્લિક કરીને પ્રોસેસની શરૂઆત
કાલુપુર રેલ્વે સ્ટેશન પર જે ડિજિટલ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમાં સૌપ્રથમ START બટન પર ક્લિક કરતા કેવા પ્રકારનો સામાન મુકવો છે અને કેટલા કલાક માટે મૂકવો છે તેના ચાર્જ સાથે ઓપ્શન આવશે. જે પ્રકારનો સામાન મૂકવો હોય તેના ઉપર ક્લિક કરવાથી મોબાઈલ નંબર પૂછવામાં આવશે. જેમાં મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તેમાં ઓટીપી આપવાનો રહેશે. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ બુકિંગ કરતાંની સાથે દરવાજો ખુલી જશે અને તેમાં સામાન મૂકી શકાશે. જો સમયનો સ્લોટ પૂરો થશે તો લોકર લોક થઈ જશે
સામાન પરત લેવા માટે સ્કેનર પર સ્કેન કરવાથી મોબાઈલ નંબર માંગશે અને તેમાં ફરીથી ઓટીપી આપવાનો રહેશે. ઓટીપી આપ્યા બાદ ફરીથી દરવાજો ખોલી શકાશે અને લોકો પોતાનો સામાન પરત મેળવી શકશે. જો સમયનો સ્લોટ પૂરો થતાં લોકર લોક થઈ જશે, પછી એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે પસંદ કરાયેલા સમયનો સ્લોટ પૂરો થઈ ગયો અને સામાન લેવામાં મોડું થશે તો લોકર લોક જ રહેશે. મુસાફરે વધારાના સમય મુજબનો નિર્ધારિત ચાર્જ ફરીથી ચૂકવવો પડશે. 3થી 24 કલાક માટે 59 ડિજિટલ લોકરમાં સામાન રાખી શકાશે
અમદાવાદના રેલવે DRM વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર સૌ પ્રથમ વખત ડિજિટલ લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઘણા મુસાફરો ત્રણથી છ કલાક અથવા 24 કલાક માટે આવતા હોય છે, ત્યારે તેમને સ્પેશિયલ સામાન મુકવા હોટલ રાખવી પડતી હોય છે. ત્યારે 3 કલાકથી 24 કલાક માટે નાના અને મોટા કુલ 59 ડિજિટલ લોકર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેના માટે સામાન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે. 'સાબરમતી રેલવે સ્ટેશન પર પણ ડિજિટલ લોકર ઉપલબ્ધ થશે'
વેદ પ્રકાશે કહ્યું હતું કે, ડિજિટલ લોકરનું બુકિંગ પણ કરાવી શકે છે અને અહીંયા આવીને સામાન પણ મૂકી શકે છે. આખો દિવસ ફરી અને તેઓ પરત આવી પોતાનો સામાન લઈ જઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આવતો હોય અને તેને થોડા સમય માટે જ કામ હોય તો પોતાનો સામાન લોકરમાં મૂકીને જાય તેના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે, જે સાબરમતી રેલવે સ્ટેશન પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.જે પણ સામાન મૂકીને જશે તો તે સુરક્ષિત રહેશે. આ પણ વાંચો કાલુપુર રેલવે સ્ટેશનમાં એસી વેઈટિંગ હોલ, રૂ. 20થી લઈને 60 સુધીનો ચાર્જ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં નવા બનેલા એસી વેઇટિંગ હોલ બનાવાયો છે. તેમાં એક કલાક વેઈટિંગ કરવા માટે વ્યકિત દીઠ કલાકના રૂ. 20થી લઈને 60 સુધીનો ચાર્જ આપવો પડશે, જ્યારે નાના બાળકો માટે રૂ.10 ચૂકવવા પડશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 25 નવેમ્બર,2025ના સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા આ એસી વેઇટિંગ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 50 હજાર દૈનિક મુસાફર સામે કાલુપુર રેલવે સ્ટેશનમાં 250ની ક્ષમતાનો AC-વેઈટિંગ હોલ બન્યો છે. ઉદ્ઘાટન થયું તે દરમિયાન જેટલા પણ અધિકારીઓ ઉદ્ઘાટનકરવા માટે આવ્યા હતા તેઓના ફોટો સેશન માટે થઈને દરેક પેસેન્જરને એસી વેઈટિંગ હોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી વસૂલ કરવામાં આવેલ ચાર્જ પરત કરવામાં આવ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →