અમદાવાદ જિ.પં.ના પદાધિકારીઓના નામની જાહેરાત:પ્રમુખ તરીકે સુરજીતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ તરીકે ભાવિબેન પટેલ અને કારોબારી અધ્યક્ષ તરીકે મહેશ પરમાર

Gujarat5/22/2026, 7:44:18 AM
અમદાવાદ જિ.પં.ના પદાધિકારીઓના નામની જાહેરાત:પ્રમુખ તરીકે સુરજીતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ તરીકે ભાવિબેન પટેલ અને કારોબારી અધ્યક્ષ તરીકે મહેશ પરમાર
અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થયા બાદ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. 23 તારીખે પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવનાર છે. તે પૂર્વે આજે ભાજપ દ્વારા હડાળા બેઠક પર જીત મેળવનાર સુરજીતસિંહ ગોહિલની પ્રમુખ તરીકે, નાદેજ બેઠક પર જીત મેળવનાર ભાવિબેન પટેલની ઉપપ્રમુખ તરીકે, ચાંગોદર બેઠક પર જીત મેળવનાર મહેશ મફાજી પરમારની કારોબારી અધ્યક્ષ તરીકે, જ્યારે મોરૈયા બેઠક પર જીત મેળવનાર મહેન્દ્ર પરમારની પક્ષના નેતા તરીકે અને સાથળ બેઠક પર જીત મેળવનાર નવીન વસાવાની દંડક તરીકે જાહેરાત કરવામાં આવી છે.
Read Original Article →