મયુર માળીએ 1 કરોડથી વધુના દાગીના ક્યાં દાટ્યા?:પોલીસ ઉદેપુર લઈ જઈ તપાસ કરશે, કોર્ટ રૂમ બહાર રડી પડ્યો, અમદાવાદમાં દાગીના ચોરીના કેસમાં 25 મે સુધી રિમાન્ડ પર

Gujarat5/21/2026, 1:27:13 PM
મયુર માળીએ 1 કરોડથી વધુના દાગીના ક્યાં દાટ્યા?:પોલીસ ઉદેપુર લઈ જઈ તપાસ કરશે, કોર્ટ રૂમ બહાર રડી પડ્યો, અમદાવાદમાં દાગીના ચોરીના કેસમાં 25 મે સુધી રિમાન્ડ પર
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આભૂષણોની દુકાનમાંથી 1.66 કરોડના ઘરેણા ચોરીના કેસમાં પોલીસે પ્રેમિકા હર્ષિદાના બોયફ્રેન્ડ અને આરોપી મયુર માળીને ઝડપીને 5 દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેના 25 મે સવારે 11 વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી 800 ગ્રામ ઘરેણાં રિકવર કરવાના બાકી આરોપી અમદાવાદના વસ્ત્રાલ અને મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેની પાસેથી 1.2 કિલો જેટલા ઘરેણાંમાંથી માત્ર 16.71 લાખની કિંમતના 136.53 ગ્રામ ઘરેણા જ મળ્યા છે. જ્યારે 800 ગ્રામ જેટલા સોનાના ઘરેણાની રિકવરી બાકી છે. ઉદેપુરથી 40 કિલોમીટર દૂર દાટી દીધા દાગીના સરકારી વકીલે તુષાર.એલ.બારોટે આરોપીના રીમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી 800 ગ્રામ જેટલા સોનાના ઘરેણાની રિકવરી બાકી છે. આરોપીએ કેટલાક ઘરેણાં વેચ્યા છે તે કોને વેચ્યા છે તે જાણવાનું છે. આરોપીઓ ખરેખરમાં કઈ કઈ હોટલમાં રોકાયા હતા તે જાણવાનું છે. આરોપીના જણાવ્યા મુજબ તેને ઉદેપુરથી 40 કિલોમીટર દૂર આવેલા બઠેડા ગામમાં સોનાના બાકીના ઘરેણા દાટી દીધા છે, ત્યારે આરોપીને ઉદેપુર લઈ જઈને તપાસ કરવાની છે. પ્રેમિકા નહાવા ગઈને પ્રેમી દાગીના લઈ ફરાર આરોપી પોતાની પ્રેમિકા અને આરોપી હર્ષિદા જ્યારે નહાવા ગઈ અને ઘરેણા લઈને ભાગી ગયો હતો. આમ તેને ચોરના ઘરે ચોરી જેવું કૃત્ય આચર્યું છે. તેની ઉપર અગાઉ માધુપુરા પોલીસ મથકે 56 લાખની ચિટિંગનો કેસ પણ નોંધાયેલો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ ચોરી અગાઉ બેથી ત્રણ વખત આરોપી ઘરેણા જોવાના બહાને તેમના શો રૂમમાં આવી ચૂક્યો હતો. આરોપીના રિમાન્ડ મંજૂર થતા તે કોર્ટ રૂમ બહાર રડી પડ્યો હતો. શું છે સમગ્ર મામલો? મૂળ આ કેસમાં અમદાવાદના નિકોલ પોલીસ મથકે કૃષ્ણનગરના રહેવાસી એક સોનીએ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ નિકોલના એક મોલમાં આભૂષણ નામે સોના ચાંદીનો શોરૂમ ધરાવે છે. જેમાં 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતી તેમના ત્યાંથી 1.2 કિલો 1.66 કરોડની કિંમતના સોનાના દાગીના ચોરી ગઈ છે. આરોપી યુવતી સોનાના દાગીના ચોરીને પોતાના બોયફ્રેન્ડ મયુર માળી સાથે ભાગી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ પહેલા દાસ્તાન સર્કલથી બુલેટ ઉપર ગાંધીનગર ગયા હતા. ત્યાં એક ઘરેણું વેચીને પૈસા લઈને બુલેટ ઉપર ઉદેપુર ગયા હતા. ત્યાં એક હોટલમાં રોકાયા હતા, બાદમાં ત્યાંથી બસમાં દિલ્હી ગયા હતા. જ્યાં પણ એક હોટલમાં રોકાયા હતા. તેઓને પૈસાની જરૂર પડતા અમુક દાગીના વેચી માર્યા હતા. જો કે આરોપી અને પ્રેમિકાને બોયફ્રેન્ડે જ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલા આરોપી પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેકચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઈમ બ્રાન્ચ તેને આશરે 22 લાખના ઘરેણા સાથે ઝડપી પાડી હતી.
Read Original Article →