અમદાવાદ ઇન્કમટેક્સ બાર એસોસિએશનમાં CA શિવમ ભાવસાર પ્રમુખ:એસો.ના 79 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવા પ્રમુખ બન્યા, માધુર્યા ત્રિવેદી માનદ સચિવ તરીકે ચૂંટાયા

Gujarat5/26/2026, 1:19:41 PM
અમદાવાદ ઇન્કમટેક્સ બાર એસોસિએશનમાં CA શિવમ ભાવસાર પ્રમુખ:એસો.ના 79 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવા પ્રમુખ બન્યા, માધુર્યા ત્રિવેદી માનદ સચિવ તરીકે ચૂંટાયા
ઇન્કમટેક્સ બાર એસોસિએશન, અમદાવાદની ૭૯મી વાર્ષિક સામાન્ય સભા (AGM) ગત તારીખ 23 મે, 2026ના રોજ યોજાઈ હતી. આ સામાન્ય સભામાં વર્ષ 2026-27ના વર્ષ માટે નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં એસોસિએશનના 79 વર્ષના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જાયો છે, જેમાં માત્ર 29 વર્ષની નાની વયના સીએ શિવમ ભાવસારને પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેઓ સંસ્થાના ઇતિહાસમાં સૌથી યુવા પ્રમુખ બન્યા છે. યુવા નેતૃત્વ વ્યાવસાયિકો માટે પ્રોત્સાહક 29 વર્ષીય સીએ શિવમ ભાવસારની આ સર્વોચ્ચ પદ પર નિમણૂકને એસોસિએશનના નેતૃત્વમાં યુવા વ્યાવસાયિકોની વધતી જતી ભાગીદારી અને સક્રિયતાના મજબૂત સંકેત તરીકે જોવામાં આવી રહી છે. એસોસિએશનના સિનિયર સભ્યોએ આશા વ્યક્ત કરી છે કે આ નવી અને ઉત્સાહી ટીમ સભ્યોની સંલગ્નતા વધારવા, ટેકનોલોજીકલ અને નવીન પહેલ કરવા તેમજ એસોસિએશનની વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગવંતી અને મજબૂત બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. નવનિર્વાચિત પ્રમુખ સીએ શિવમ ભાવસારે પોતાની પ્રાથમિકતાઓ અંગે જણાવ્યું હતું કે, "મારું મુખ્ય ધ્યાન એસોસિએશનને વધુ સક્રિય, સુલભ અને તમામ સભ્યો માટે ડિજિટલ તેમજ વ્યવહારિક રીતે ઉપયોગી બનાવવા પર રહેશે. હું તમામ વરિષ્ઠ પદાધિકારીઓ, સમિતિના સભ્યો અને પ્રેસિડેન્ટ એમેરિટસ એડવોકેટ ધીરેશ ટી. શાહના માર્ગદર્શન હેઠળ ખભેખભા મિલાવીને કામ કરવા આતુર છું." 2026-27ની નવી ટીમ અને ઓફિસ બેરર્સ એસોસિએશનના સુચારુ સંચાલન માટે વરિષ્ઠ એડવોકેટ ધીરેશ ટી. શાહની પ્રેસિડેન્ટ એમેરિટસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે ઓફિસ બેરર્સ તરીકે નીચે મુજબના સભ્યોની વરણી કરાઈ છે: મેનેજિંગ કમિટી (કારોબારી સભ્યો) ની યાદી આ વર્ષની મેનેજિંગ કમિટીમાં શહેરના જાણીતા સીએ અને ટેક્સ વ્યાવસાયિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નીચેના 8 સભ્યો ચૂંટાયા છે: અમદાવાદના ટેક્સ પ્રોફેશનલ્સના આ અગ્રણી સંગઠનમાં વરિષ્ઠોના અનુભવ અને યુવાનોના જોશના સમન્વય સાથેની આ નવી ટીમ આગામી દિવસોમાં કરદાતાઓ અને વકીલો-સીએ વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
Read Original Article →