બકરી ઇદમાં ગૌવંશ તસ્કરી રોકવા VHPનું કલેક્ટરને આવેદનપત્ર:શહેરમાં ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિ રોકવામાં આવે, આરોપીઓના ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવો
અમદાવાદ જિલ્લા કલેકટરને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભારતીય ગૌ વંશ રક્ષણ અને સંવર્ધન પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આવનારા બકરી ઈદના તહેવારને લઈને શહેરમાં ગૌમાંસ તસ્કરી અને ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિ રોકવા કડક કાર્યવાહી કરવામાં આવે. આ સમયગાળા દરમિયાન કાયદાનો ઉલ્લંઘન અને ધાર્મિક લાગણીઓનો ઠેસ પહોંચતી જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદના જમાલપુર, વેજલપુર અને રીંગરોડ ના સંવેદનશીલ વિસ્તારોમાં ગૌવંશની તસ્કરી રોકવામાં આવે. શહેરના પ્રવેશદ્વારો અને સંવેદનશીલ માર્ગો ઉપર રાત્રિના સમયે દેખરેખ રાખવા વિશેષ ચેકપોસ્ટ બનાવવામાં આવે. ગૌવંશની કતલ રોકવા CCTV થી દેખરેખ રાખવામાં આવે. આરોપીઓ ઉપર PASA અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. ગૌવંશને બચાવવા ગાયને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે. ગૌવંશ સંવર્ધન મંત્રાલયની સ્થાપના કરવામાં આવે. ગૌચર જમીનનો વધારવામાં આવે. ગૌ અભયારણ્યની સ્થાપના કરવામાં આવે. દેશમાંથી તથા માંસની નિકાસમાં રેન્ડમ સેમ્પલિંગ દ્વારા DNA ટેસ્ટ કરવામાં આવે. ગૌવંશ આધારિત અર્થનીતિ બનાવવામાં આવે. ગૌવંશની હત્યા કરનારા આરોપીઓના ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.
Read Original Article →