પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનાર પતિએ જેલમાં જ રહેવું પડશે:સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની માગ, પત્નીને સિગારેટના ડામ આપ્યાના આક્ષેપ; સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી

Gujarat5/25/2026, 3:29:52 PM
પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનાર પતિએ જેલમાં જ રહેવું પડશે:સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની માગ, પત્નીને સિગારેટના ડામ આપ્યાના આક્ષેપ; સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ દ્વારા એક આરોપી પતિની નિયમિત જામીન અરજી નકારી નાખવામાં આવી છે. અમદાવાદ DCB પોલીસ મથકે આરોપી પતિ અને સાસરિયા વિરુદ્ધ ઘરેલું હિંસા, દુષ્કર્મ, દહેજ પ્રતિબંધ અધિનિયમ વગેરે કલમો અંતર્ગત પત્નીએ ગુન્હો નોંધાવ્યો હતો. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપ્યાનો આક્ષેપ ફરિયાદ મુજબ લગ્ન બાદ પતિ અને સાસરીયાઓ દ્વારા ફરિયાદીનું શારીરિક અને માનસિક ઉત્પીડન કરવામાં આવ્યું હતું. ફરિયાદી પર દહેજ માટે દબાણ કરવું, સિગારેટના ડામ આપવા, ગંદી ગાળો ભાંડવી, ચારિત્ર્ય પર શંકા કરી સતત લોકેશન અને ફોટા માંગવા તથા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરવા જેવા ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, સસરા દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કર્યાનો અને પતિએ ખાનગી પળોના ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. આરોપીના જણાવ્યા મુજબ આ બંને પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવનનો સામાન્ય વિવાદ છે. આરોપી 2 મે, 2026થી કસ્ટડીમાં છે, તેની પાસેથી કોઈ રિકવરી બાકી નથી અને તે દિલ્હીનો કાયમી રહેવાસી હોવાથી ભાગી જવાની કોઈ શક્યતા નથી. આથી જામીન આપવા વિનંતી કરાઈ હતી. અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આરોપીની જામીન અરજી ફગાવી સરકારી વકીલે આરોપીને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે, આ કેસમાં આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ મજબૂત કેસ છે. અગાઉ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજીઓ ફગાવી દીધી હતી. વોટ્સએપ ચેટ અને પુરાવાઓ આરોપીની ખરાબ વર્તણૂક અને અત્યાચાર સાબિત કરે છે, તેથી જામીન ન આપવા જોઈએ. સેશન્સ કોર્ટે સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે અવલોકન કર્યું કે, પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનો આ એક ગંભીર અને ફિટ કેસ છે. આરોપી દ્વારા કરવામાં આવેલ ક્રૂરતા અને અમાનવીય વર્તનને જોતા કોર્ટે આરોપી પતિની જામીન અરજી નકારી છે.
Read Original Article →