અમદાવાદના હોક્કો કીચનની ખીચડીમાં વંદો નીકળ્યો:એક વર્ષના બાળકે ખીચડી ખાતાં માતા-પિતામાં ભારે રોષ, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ

Gujarat4/4/2026, 2:30:42 PM
અમદાવાદના હોક્કો કીચનની ખીચડીમાં વંદો નીકળ્યો:એક વર્ષના બાળકે ખીચડી ખાતાં માતા-પિતામાં ભારે રોષ, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ
અમદાવાદના ખાણીપીણીમાં સ્વચ્છતાને લઈને ફરી એક વાર સવાલ ઉઠ્યા છે. નવરંગપુરામાં આવેલા 1944 હોક્કો કીચનમાં એક ગ્રાહકે મંગાવેલી દાળ ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. એક વર્ષના બાળકે ખીચડી ખાધી પણ હતી, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે AMCએ તપાસ કરીને રૂ. 10 હજારની પેનલ્ટીની કાર્યવાહી કરી છે. ખીચડીમાં વંદો જોઈને પરિવાર સ્તબ્ધ નવરંગપુરાના 1944 હોકો કીચનમાં એક યુવક પરિવાર સાથે જમવા ગયો હતો. યુવકે રૂ. 479ની દાલ-ખીચડી મંગાવી હતી. ખીચડી તેના એક વર્ષના દીકરાને ખવડાવતો હતો અને અચાનક તેમાં વંદો દેખાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. નાના બાળકે પણ ખીચડી ખાધી હોવાથી માતા-પિતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, રેસ્ટોરન્ટની સ્વચ્છતા પર સવાલો ગ્રાહકે આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પુરાવા તરીકે શેર કર્યા છે. ઘટનાએ રેસ્ટોરન્ટમાં જળવાતી સ્વચ્છતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. 1994 હોક્કોકીચન મોટી બ્રાન્ડ હોવા છતાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે ચેડા થઈ રહ્યાં છે. ઘટનાને પગલે ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગ પાસે રેસ્ટોરન્ટ સામે તપાસ કરવાની માગ કરી છે. એટલું જ નહીં રેસ્ટોરન્ટને લાઈસન્સ રદ્દ કરી તેને દંડ ફટકારવાની પણ માંગ કરી છે. ક્યાંથી ભૂલ થઈ તેની તપાસ ચાલુ- આસિ. મેનેજર ભાસ્કરની ટેલિફોનિક વાતમાં હોક્કો કીચનના આસિસ્ટન્ટ મેનેજર કેશવભાઈએ જણાવ્યું હતું કે, ઘટના બની હતી પરંતુ ક્યાંથી ભૂલ થઈ તેની તપાસ કરવામાં આવી રહી છે.કોર્પોરેશનની ટીમ પણ અમારા ત્યાં આવીને ગઈ છે. AMCએ રૂ. 10 હજારની પેનલ્ટીની કાર્યવાહી કરી AMCના ફૂડ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, નવરંગપુરા વિસ્તારમાં આવેલા ચીજ વસ્તુઓમાં જીવાત નીકળી હોવા અંગેની ઓનલાઇન ફરિયાદ મળી હતી તેના આધારે ફૂડ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી અને 10,000 રૂપિયા પેનલ્ટી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ વાંચો અમદાવાદની ESIC હોસ્પિટલમાં ઇયળવાળી ખીચડી પીરસાઈ 31 માર્ચે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી. દર્દીઓના ભોજનમાં જીવાત નીકળવા અંગે હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે જાણ કરી હતી, તો તેને કહ્યું, જે બાકી હોય એને ફરીથી નવું ભોજન બનાવીને આપ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) CG રોડ પરની BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી 6 દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) રાજકોટની પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટના પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાઇરલ થવા પામ્યો છે. જેમાં ગઈકાલે (19 માર્ચે) રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ. અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી 17 માર્ચે 2026: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. ₹280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO 12 માર્ચ 2026: અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ. અમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →