અમદાવાદમાં હેલ્થ ટોક, મેડિકલ કોન્ક્લેવનું આયોજન:'ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ઇન મેડિસિન' પર નિષ્ણાતો આપ્યું માર્ગદર્શન
અમદાવાદમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સોલિટાયર, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055, સિનિયર સિટિઝન મેમનગર અને હેત હેલ્પિંગ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા એક વિશેષ હેલ્થ ટોક અને મેડિકલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 'ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ઇન મેડિસિન' વિષય પર કેન્દ્રિત છે. તે 24 મે 2026, રવિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં જાણીતા નિષ્ણાત ડોકટરો આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી, નવી સારવાર પદ્ધતિઓ અને મેડિકલ ઇનોવેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ડૉ. હિમાંશુ માથુર (ઓર્થોપેડિક્સ), ડૉ. અંકિત વૈષ્ણવ (યુરોલોજી અને રોબોટિક સર્જરી), ડૉ. અંકિત પ્રજાપતિ (ન્યુરોસર્જરી) અને ડૉ. પૂજા નંદવાની પટેલ (રેડિયેશન ઑન્કોલોજી) ઉપસ્થિત રહીને માહિતી આપી હતી આ હેલ્થ ટોકનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને સિનિયર સિટિઝન્સ સુધી આધુનિક આરોગ્ય સેવાઓ અને નવી મેડિકલ ટેકનોલોજી અંગે જાગૃતિ પહોંચાડવાનો હતો. કાર્યક્રમ બાદ લંચની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
Read Original Article →