અમદાવાદ ગ્રુપના 19 સભ્યોએ રૂપીન પાસ ટ્રેક પૂર્ણ કર્યો:15,350 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કર્યો

Gujarat5/28/2026, 8:30:20 AM
અમદાવાદ ગ્રુપના 19 સભ્યોએ રૂપીન પાસ ટ્રેક પૂર્ણ કર્યો:15,350 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કર્યો
અમદાવાદના એક ગ્રુપના 19 સભ્યોએ 6 દિવસમાં રૂપીન પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સભ્યોએ ૧૫,૩૫૦ ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવી દેશભક્તિ વ્યક્ત કરી હતી. સોલા સાયન્સ સિટી વિસ્તારના 43 વર્ષીય આનંદ પટેલે પોતાના ગ્રુપ સાથે આ ટ્રેકનું નેતૃત્વ કર્યું હતું. ટ્રેક દરમિયાન, સભ્યોએ કેમ્પ ખાતે યોગ કર્યા હતા અને રાષ્ટ્રગાન ગાયું હતું. આનંદ પટેલના પત્ની ચેતનાબેને માહિતી આપતા જણાવ્યું કે, કુલ 24 સભ્યો ટ્રેક માટે ગયા હતા, જેમાંથી ૧૯ સભ્યોએ સફળતાપૂર્વક ટ્રેક પૂર્ણ કર્યો. આ 19 સભ્યોમાંથી 9 સભ્યો સાયન્સ સિટી વિસ્તારના હતા.
Read Original Article →