રિકન્સ્ટ્રકશન સમયે બૂટલેગર કિશોર લંગડાનો પૌત્ર સીધા પગે ચાલ્યો, VIDEO:પોલીસની કહેવાતી ધાક ન દેખાઈ, અમદાવાદની કોલેજ બહાર તોડફોડ અને મારામારીના કેસમાં પોલીસે ધરપકડ કરી

Gujarat5/12/2026, 8:36:28 AM
રિકન્સ્ટ્રકશન સમયે બૂટલેગર કિશોર લંગડાનો પૌત્ર સીધા પગે ચાલ્યો, VIDEO:પોલીસની કહેવાતી ધાક ન દેખાઈ, અમદાવાદની કોલેજ બહાર તોડફોડ અને મારામારીના કેસમાં પોલીસે ધરપકડ કરી
ગુનેગારો પર પોલીસની ધાક જમાવવા માટે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી આરોપીઓને ઝડપીને ગુના બન્યાના સ્થળ પર લઈ જતી હોય છે. રિકન્સ્ટ્રકશન સમયે આરોપીઓ લંગડાતા જોવા મળતા હોય છે. પરંતુ, અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રના કેસમાં આ ધાક જોવા ન મળી. અમદાવાદની GLS કોલેજ બહાર બે મહિના પહેલા તોડફોડ અને હત્યાના પ્રયાસ કેસમાં આરોપી આદિત્ય રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આદિત્યને લઈ બનાવ સ્થળે પહોંચી હતી. રિકન્સ્ટ્રકશન દરમિયાન જે રીતે અન્ય આરોપીઓની સ્થિતિ હોય છે તેનાથી ઉલટ આદિત્ય રાઠોડ બિન્દાસ્ત અને સીધા પગે ચાલતો જોવા મળ્યો હતો. 9 માર્ચે અમદાવાદની GLS કોલેજ બહાર તોડફોડ અને મારામારીનો કેસ 9 માર્ચના રોજ GLS કોલેજની બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે ગાડીમાંથી ઉતરી હથિયાર વડે હત્યાનો પ્રયાસ કર્યો હતો.આદિત્યએ વિદ્યાર્થીની પાર્ક કરેલી થાર ગાડીમાં હથિયાર વડે તોડફોડ પણ કરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જેના આધારે નવરંગપુરા પોલીસે આદિત્ય વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બનાવ બાદ આરોપી બે મહિનાથી ફરાર હતો. ગાંધીનગરની PDPU પાસેથી આદિત્યની ધરપકડ અમદાવાદ ઝોન-1 એલસીબીની ટીમે બાતમીના આધારે ગાંધીનગર પીડીપીયુ પાસેથી ગઈકાલે મોડીરાત્રે આરોપીની ધરપકડ કરી હતી અને નવરંગપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.જે બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફ સાથે આરોપીનું GLS કોલેજ પાસે જ રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.પી ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદ થયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો,જેની બે મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીની ધરપકડ કરી તેની સાથે અન્ય પણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. 9 મહિના પહેલા શાહીબાગમાં અકસ્માત સર્જી એક્ટિવાચાલકનો જીવ લીધો હતો અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવાચાલકને ટક્કર મારીને જીવ લીધો હતો. કારચાલકે પૂરપાટ ઝડપે કાર વડે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાયો, જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. આરોપીના પિતા અને દાદા બૂટલેગર આરોપી આદિત્ય રાઠોડના દાદા કિશોરસિંહ રાઠોડ અમદાવાદનો કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર છે. આરોપીના પિતા દિલીપસિંહ પણ બૂટલેગર છે. આરોપી પણ સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે હથિયારો સાથે ગાડીમાં વીડિયો બનાવે છે.
Read Original Article →