અમદાવાદમાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ:હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી પોલીસ સ્ટેશન લઈ જવાઈ, ગણતરીની કલાકોમાં FSLનો રિપોર્ટ પણ આવી શકે
અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાના કેસમાં આજે બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઝોન ડીસીપી,એસીપી અને પીઆઇ હાજર હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાવનાની પૂછપરછ કરાશે. આ ઉપરાંત સાંજે FSLનો રિપોર્ટ આવવાની પણ શકયતા છે. 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન વિમલએ પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ખીરુ ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી આ દુર્ઘટના બની હોવાનું પિતાનું એક જ રટણ રહ્યું હતું. પોલીસે દાદા-દાદીના નિવેદન લીધા
આ પહેલાં 11 એપ્રિલે બાળકીના કાકા અને ફોઈ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા. પોલીસ દ્વારા કાકા અને ફોઈનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. બાળકીના દાદીનું સવારે નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ દાદાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો
ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ
પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ
ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ
વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
Read Original Article →