પોક્સો કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા:ફરિયાદી યુવતીને બ્લેકમેઇલ કરી શારીરિક શોષણ કર્યું, ઘરમાંથી 1 કરોડનું સોનું ચોરી કરાવ્યું
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે 22 વર્ષીય આરોપી આદિત્ય પટેલ સામે BNS, IT અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. જેને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં જામીન અરજી મુકતા કોર્ટે તેને 2 લાખ રૂપિયાના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. યુવતીને ધમકી આપી શારીરિક સંબંધ બાંધતો
કેસને વિગતે જોતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, યુવતી જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ત્યારે તેના મિત્રો મારફતે આરોપીના ઓળખાણમાં આવી હતી. તેને યુવતી પાસેથી તેનો ન્યૂડ ફોટો મંગાવ્યો હતો. જે મોકલતા પછી તેને બ્લેકમેલ કરીને તેની પાસે સેક્સની માંગણી કરી હતી. આરોપી યુવતીના ઘરે તેના માતા પિતા ના હોય ત્યારે આવીને તેની જબરજસ્તી સેક્સ માણતો હતો. યુવતીની જાણ બહાર જ તેને વીડિયો ઉતારી લીધો હતો અને તેની માતા-પિતાને બતાવવાની ધમકી આપીને ટુકડી ટુકડે 716 ગ્રામ જેટલું આશરે 1 કરોડની કિંમતનું સોનુ પડાવી લીધું હતું. ફરિયાદીએ વારંવાર પોતાના નિવેદનો બદલ્યા છે
અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, યુવતીએ સોનુ લીધાના બે વર્ષ મોડી ફરિયાદ નોંધાવી છે. અગાઉ તેને પોલીસમાં અરજી આપી હતી, તેમાં માત્ર સોનાની લેવડદેવડનો ઉલ્લેખ હતો. શારીરિક સંબંધોનો કોઈ ઉલ્લેખ ન હતો. તેમાં પણ સમાધાનની વાત થતા અરજી પરત ખેંચાઈ હતી. ફરિયાદી અને તેના પરિવારે આરોપીનું અપહરણ કરીને પૈસા પડાવવા કોશિશ કરી હતી, તેવી ફરિયાદ આરોપીએ પણ કરી છે. ફરિયાદીએ વારંવાર પોતાના નિવેદનો બદલ્યા છે. કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા
સરકારી વકીલે દલીલ કરી હતી કે, ઘટના સમયે યુવતી સગીર હતી, આરોપી આવી રીતે યુવતીઓને ફસાવીને પૈસા પડાવવાની વૃત્તિ વાળો છે. કોર્ટે નોંધ્યું હતું કે, યુવતીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. યુવતીની પ્રથમ ફરિયાદમાં શારીરિક શોષણની કોઈ વાત નહોતી. યુવતીએ કરેલા અક્ષેપો ટ્રાયલ અને પુરાવાનો વિષય છે. આરોપી પોતે પણ એક વિદ્યાર્થી છે, ત્યારે તેને 2 લાખના પર્સનલ બોર્ડ ઉપર તેને શરતી જામીન આપવામાં આવ્યા હતા.
Read Original Article →