PI પર હુમલો કરનાર ધમો બારડ કોણ?:પોલીસ સ્ટેશનમાં મહિલાકર્મીની છેડતી કરી’તી, અમદાવાદથી ગાંધીનગર સુધી આતંક, ખંડણી-હત્યા સહિતના 26થી વધુ ગુના

Gujarat5/26/2026, 10:06:39 AM
PI પર હુમલો કરનાર ધમો બારડ કોણ?:પોલીસ સ્ટેશનમાં મહિલાકર્મીની છેડતી કરી’તી, અમદાવાદથી ગાંધીનગર સુધી આતંક, ખંડણી-હત્યા સહિતના 26થી વધુ ગુના
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોમવારની મોડી સાંજે એક ઓપરેશન દરમિયાન પૂર્વ અમદાવાદના મોસ્ટ વોન્ટેડ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ પર ફાયરિંગ કર્યું છે. હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ ધમાને જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પકડીને લાવી રહી હતી, ત્યારે તેણે પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણની સરકારી રિવોલ્વર આંચકીને હુમલોનો પ્રયાસ કર્યો હતો. જોકે, પીઆઇએ સમયસૂચકતા વાપરીને સ્વબચાવમાં ધમાના પગ પર જ ગોળી મારી તેને ઘટનાસ્થળે જ કાબૂમાં લીધો હતો. મળતી મહિતી પ્રણાણે, ધમા બારડ સામે લૂંટ-ખંડણી, હત્યા, હત્યાના પ્રયાસ સહિતના 26થી વધુ ગુનામાં સંવાયેલો અને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો કુખ્યાત આરોપી ધમો બારડ કોણ છે આવો જાણીયે..... પોલીસ સ્ટેશનમાં મહિલાકર્મીની છેડતી કરનાર 'ધમો બારડ' કોણ? 25 વર્ષીય ધમો બારડ (પૂરું નામ: ધર્મેન્દ્રસિંહ બારડ) મૂળ ઉત્તર ગુજરાતના વલાસણા ગામનો વતની છે અને હાલ અમદાવાદના કૃષ્ણનગરની પાર્શ્વનાથ ટાઉનશિપમાં પોતાના પરિવાર (માતા-પિતા અને ભાઈ) સાથે રહે છે. ધોરણ 12 સુધી ભણેલા ધમાનો ભાઈ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. 2016માં સ્થાનિક ગુનેગાર રાજુ મંડીપ સાથે થયેલા ઝઘડા બાદ ધમાએ ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો. હાલ પૂર્વ અમદાવાદમાં વર્ચસ્વની લડાઈને લઈને ધમા બારડ અને રાજુ મંડીપની ગેંગ વચ્ચે ભારે દુશ્મની ચાલી રહી છે. અમદાવાદથી ગાંધીનગર સુધી આતંક, પોલીસ સ્ટેશનમાં જઈ તોડફોડ ધમા બારડનો મુખ્ય આતંક પૂર્વ અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર સુધી ફેલાયેલો છે. તેનો ખોફ એટલો હતો કે, તે અગાઉ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પીએસઓ (PSO)ને ધમકી આપી ચૂક્યો છે અને ત્યાં કૂંડા પણ તોડ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પોલીસ સ્ટેશનની અંદર જ એક મહિલા પોલીસ કર્મચારીની છેડતી કરી હતી, જેના ત્રાસથી કંટાળીને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટરે રજા પર ઉતરી જવું પડ્યું હતું. વર્ષ 2024માં તે ધોળા દિવસે જાહેર રસ્તા પર તલવારો લઈને ગાડીઓમાં તોડફોડ કરતો સીસીટીવીમાં કેદ થયો હતો. પોતાની ગેંગ બનાવી અડધું અમદાવાદ માથે લીધું હતું ધમો બારડ એક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગેંગ ચલાવે છે, તેની ગેંગમાં 10થી વધુ ગુના ધરાવતો સાહિલ પટેલ અને 3 ગુના ધરાવતો ચિરાગ સબકાળે નામના શાર્પ શૂટરો સામેલ છે. આ ત્રણેય ગુંડાઓએ પૂર્વ અમદાવાદના વેપારીઓ અને સામાન્ય જનતાનું જીવવું હરામ કરી નાખ્યું હતું. આ પણ વાંચો... સાયન્સ સિટીમાં ધમા બારડનો ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ હત્યા, ખંડણી અને હથિયાર ધારા સહિત 26થી વધુ ગુના ધમા બારડ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી (તોડબાજી), ધાડ, રાયોટિંગ (રમખાણો), આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) અને પ્રોહિબિશન (દારૂબંધી) સહિત 26થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પગમાં ગોળી વાગવાના કારણે ઘાયલ થયેલા ધમા બારડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ક્રાઈમ બ્રાન્ચે તેની ગેંગના અન્ય સાગરીતોને દબોચી લેવા માટે સર્ચ ઓપરેશન તેજ કર્યું.
Read Original Article →