CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી:CMOને 1.11, AMC ઓફિસને 3.11 અને RSS કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી

Gujarat6/10/2026, 6:29:19 AM
CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી:CMOને 1.11, AMC ઓફિસને 3.11 અને RSS કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ધમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મિટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી લેવાની ધમકી મળી છે. ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે. આ હાઈ-એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે.ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે.
Read Original Article →