બિલ્ડરની મર્સિડીઝ ચોરવા ગાડી લઇને આવ્યા, CCTV:અમદાવાદમાં ફ્લેટના પાર્કિંગમાંથી કાર ચલાવી નીકળી ગયા, બે શખસ કેમેરામાં કેદ

Gujarat5/14/2026, 8:10:27 AM
બિલ્ડરની મર્સિડીઝ ચોરવા ગાડી લઇને આવ્યા, CCTV:અમદાવાદમાં ફ્લેટના પાર્કિંગમાંથી કાર ચલાવી નીકળી ગયા, બે શખસ કેમેરામાં કેદ
અમદાવાદના વસ્ત્રાપુરના માનસી ટાવર ચાર રસ્તા પાસે આવેલા ફ્લેટના પાર્કિંગમાંથી અજાણ્યા શખ્સો મર્સિડીઝ ગાડીની ચોરી કરીને લઈ ગયા છે. શહેરના બિલ્ડર અને વેપારીની આ લક્ઝરી કાર પાર્કિંગમાં પાર્ક હતી, જે ચોર ડુપ્લીકેટ ચાવીથી ચોરીને લઈ ગયા છે. જે અંગેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ડાઇવરે રાત્રે ગાડી પાર્ક કરી હતી ઘટનાની વિગતો મુજબ, બોડકદેવ વિસ્તારમાં એસ.આર. ગ્રુપ નામે રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા પ્રશાંતભાઈ નાયર રાત્રે ઘરે આવ્યા હતા. તેમના ડ્રાઈવર કૃણાલ લેઉવાએ રાત્રે સાત વાગ્યાની આસપાસ બ્રાઉન કલરની મર્સિડીઝ બેન્ઝ (નંબર PY.01.CJ.8314) કોર્ણાક ટાવરના પાર્કિંગમાં લોક કરીને પાર્ક કરી હતી. ડ્રાઇવર ગાડી લેવા જતા મળી નહીં સોમવારે(11 મે) સવારે જ્યારે પ્રશાંતભાઈને કામ અર્થે બહાર જવાનું હોવાથી ડ્રાઈવર ગાડી લેવા ગયો, ત્યારે પાર્ક કરેલી જગ્યાએ ગાડી મળી આવી ન હતી. આસપાસ તપાસ કરવા છતાં ગાડીનો પત્તો ન લાગતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી ચોરી થયેલી મર્સિડીઝ ગાડી 2010નું મોડલ છે, જેની અંદાજિત કિંમત 9 લાખ રૂપિયા છે. વેપારીએ પોતાની ફરિયાદમાં ડ્રાઇવર કૃણાલ અને મિત્ર કેવીન પટેલને સાક્ષી તરીકે દર્શાવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Read Original Article →