ડીઝલની અછત સર્જાતા આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી:તમામ પેટ્રોલપંપ ઉપર ખેડૂતો માટે ડીઝલનો જથ્થો અનામત રાખવા અને જિલ્લા સ્તરે પ્રાઈસ મોનીટરીંગ સ્ક્વોડની રચના કરવા માગ

Gujarat5/21/2026, 11:47:45 AM
ડીઝલની અછત સર્જાતા આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી:તમામ પેટ્રોલપંપ ઉપર ખેડૂતો માટે ડીઝલનો જથ્થો અનામત રાખવા અને જિલ્લા સ્તરે પ્રાઈસ મોનીટરીંગ સ્ક્વોડની રચના કરવા માગ
આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ડીઝલની તંગીથી ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અમે સામાન્ય લોકોને તકલીફ પડી રહી છે. મોંઘવારી પણ વધી છે. સૌથી વધુ ચિંતામાં ખેડૂતો છે. વાવણી આ સમયે તેમના માટે તમામ પેટ્રોલપંપ ઉપર ડીઝલનો અનામત જથ્થો રાખવામાં આવે. વળી ખતરાના ભાવમાં પણ વધારો થયો છે, તે ભાવ વધારો પરત ખેંચીને પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે. સંગ્રહખોરો પર કાર્યવાહી કરવાની માગ હાઈવે ઉપર ડીઝલની અનુપ્લબ્ધિથી ટ્રાન્સપોર્ટના વાહનો અટકી ગયા છે, ત્યારે હાઈવેના પેટ્રોલ પંપ ઉપર 24 કલાક ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. સંગ્રહખોરો અને કાળા બઝારિયાઓ સામે પગલાં લેવામાં આવે. શાકભાજી, અનાજ અને દૂધના ભાવને ઘટાડવા સંલગ્ન વસ્તુઓ ઉપર વેટ અને સેસમાં ઘટાડો કરવામાં આવે. જિલ્લા સ્તરે પ્રાઈસ કંટ્રોલ અને મોનીટરીંગ સ્ક્વોડની રચના કરવામાં આવે. ગુજરાતની પ્રજાએ 30 વર્ષથી ભાજપને સત્તા આપી છે તો તેમને મોંઘવારીમાંથી રાહત આપવાની સરકારની ફરજ છે.
Read Original Article →