લો બોલો DySPનો ફ્લેટ પચાવી પાડ્યો:95 લાખનો ફ્લેટ ત્રણ મહિલાને રહેવા આપ્યા બાદ 5 વર્ષે પણ ખાલી ન કર્યો, અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી

Gujarat5/15/2026, 10:45:09 AM
લો બોલો DySPનો ફ્લેટ પચાવી પાડ્યો:95 લાખનો ફ્લેટ ત્રણ મહિલાને રહેવા આપ્યા બાદ 5 વર્ષે પણ ખાલી ન કર્યો, અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અમરેલી જિલ્લાના DySP એ.જી. ગોહિલ ના મકાન પર ત્રણ મહિલાઓએ ગેરકાયદે કબજો જમાવી દીધો છે. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2012માં ફ્લેટમાં ભાડે રહેવા ગયા હતા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં DySP તરીકે ફરજ બજાવતા અશોકસિંહ ગોહિલ વર્ષ 2012માં ચાંદખેડા પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ પોતે પરિવાર સાથે રહેતા હતા. જેથી ન્યુ સીજી રોડ ઉપર સાકર સ્કૂલની બાજુમાં શકલ રેસીડેન્સી તેમણે મકાન ભાડે રાખ્યું હતું. જેના મકાન માલિક તરીકે પ્રવીણભાઈ અને તેમની પત્ની મધુબેન પંચાલ હતા. વર્ષ 2012થી 2017 સુધી તેઓ ભાડે રહ્યા હતા ત્યારબાદ DySPનું પ્રમોશન થતા તેઓ નર્મદાના રાજપીપળા ખાતે ગયા હતા ત્યારબાદ ભરૂચ ખાતે બદલી થઈ હતી. વર્ષ 2020માં ફ્લેટનો સોદો નક્કી થયો મકાન માલિક મધુબેને તેમનું મકાન વેચવા કાઢ્યું હતું. જે અંગેની જાણ થતા અશોકસિંહે આ મકાન ખરીદવાની તૈયારી દર્શાવી હતી જો કે મકાન વેચવા કાઢ્યું હતું ત્યારે તેમાં જાનકીબેન મોહરાણા, અંજલીબેન મોહરાણા અને અંકિતાબેન મોહરાણા રહેતા હતા. એ સાથે મકાનનો સોદો નક્કી થઈ ગયો હતો અને વર્ષ 2020માં આ મકાન વેચાણથી લઈ અને તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જે ખાલી મકાનનો કબજો અશોકસિંહને સોંપવામાં આવ્યો હતો. માનવતા દાખવવી ભારે પડી ત્યારબાદ જુના મકાન માલિક મધુબેન પંચાલને ત્રણેય મહિલાઓએ વિનંતી કરી હતી કે તેમની બંને દીકરીઓ નજીકની સ્કૂલમાં ભણે છે અને ભાડેથી રાખેલું મકાન સ્કૂલ દૂર છે. જેથી નવા મકાન માલિકને કહો કે એપ્રિલ 2020 સુધી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી મકાનમાં રહેવા દે. જેથી અશોકસિંહએ માનવતા દાખવી અને તેમનો ફ્લેટ કોઈ પણ પૈસા લીધા વિના રહેવા માટે આપ્યો હતો. ત્યારબાદ કોરોનાની વૈશ્વિક મહામારી આવી હતી. જેથી આ બાબતે અવારનવાર ફ્લેટ ખાલી કરી આપવા કહ્યું હતું. તેમ છતાં પણ મકાન ખાલી કરી આપ્યું નહોતું. આ મકાન અશોકસિંહે એમના દીકરાના અભ્યાસ માટે ખરીદ્યું હતું છતાં પણ આ મકાન ખાલી કરી આપ્યું નથી. સંબંધીઓને મોકલતા છેડતીના કેસની ધમકી આપી સગા સંબંધીઓને પણ ફ્લેટ ખાલી કરવા માટે મોકલતા તો તેમને પણ છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. એટલું જ નહીં ફ્લેટ આજે પણ નહીં અને કાલે પણ ખાલી નહીં કરીએ તેવું કહી દીધું હતું. જુના મકાન માલિકને કહેવા છતાં પણ સામેવાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 5 વર્ષે પણ ફ્લેટ ખાલી ન કરતા ફરિયાદ નોંધાવી વર્ષ 2020થી કોઈપણ પ્રકારનો ભાડા કરાર અને અવેજ વિના મકાનમાં ગેરકાયદે રીતે કબજો કરી અને રૂપિયા 95 લાખનો ફ્લેટ ત્રણેય મહિલાઓએ પચાવી પાડ્યો છે. જે સમગ્ર મામલે DySP અશોકસિંહ ગોહિલ દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણે મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હાલ વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →