કેમ્પમાં 166 રેલવે કર્મચારીઓએ લાભ લીધો:અમદાવાદ DRM ઓફિસમાં મલ્ટીસ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Gujarat4/11/2026, 11:55:16 AM
કેમ્પમાં 166 રેલવે કર્મચારીઓએ લાભ લીધો:અમદાવાદ DRM ઓફિસમાં મલ્ટીસ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
અમદાવાદના અસારવા સ્થિત ડીઆરએમ ઓફિસ ખાતે 10 એપ્રિલ 2026ના રોજ એક મલ્ટીસ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્વાસ્થ્ય વિભાગ (રેલવે)ના નેતૃત્વ હેઠળ અને સાલ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં લગભગ 166 રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સ્વાસ્થ્ય તપાસનો લાભ લીધો હતો. આ કેમ્પનું સફળ સંચાલન મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. ભાનુમતી શેખર, અપર મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજકુમાર દેવ અને એએનઓ ઝેબા શેખના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્વાસ્થ્ય કેન્દ્રના સ્ટાફ સભ્યો નિમિષા સિસ્ટર (સીએનએસ), હર્ષદ સોની (ચીફ ફાર્માસિસ્ટ), સીએચઆઈ આલોકભાઈ અને કવિતાબેને પણ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાલ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોએ આ કેમ્પમાં તેમની સેવાઓ આપી હતી. જેમાં ચેસ્ટ ફિઝિશિયન, આઈ સ્પેશિયાલિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ન્યુરો ફિઝિશિયન, ઓર્થોપેડિક કન્સલ્ટન્ટ અને ઈએનટી સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થાય છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને વ્યાપક સ્વાસ્થ્ય તપાસ અને પરામર્શ પૂરો પાડવાનો હતો.
Read Original Article →