અમદાવાદમાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક:પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો, લોકોના ટોળા એકઠા થયાં

Gujarat4/7/2026, 6:27:32 AM
અમદાવાદમાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક:પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો, લોકોના ટોળા એકઠા થયાં
અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે બે બાળકીના મોત થયા હતા. FSLની હાજરીમાં અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. બંને બાળકીના શકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 6 એપ્રિલના રોજ અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવવાના ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી. 'ઢોસા બનાવીને ખાધા બાદ ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ' પરિવારજન ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારો છોકરો સાંજે 8:00 વાગ્યે ઘનશ્યામ ડેરી આઈઓસી રોડથી ખીરું લઈને આવ્યો, પછી એને ઢોસા બનાવીને ખાધા હતા. પણ એને બીજા દિવસે સવારે ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ, પછી એને એડમિટ કર્યો હતો. ત્યારબાદ એની વાઈફને ખબર ન પડી કે આ ખાવાથી જ ઉલ્ટીઓ થઈ છે એટલે એણે પણ ખાધું અને એની નાની છોકરી હતી એને પણ એક ઢોસો ખવડાવ્યો હતો. એટલે એ લોકો પણ બીજા દિવસથી પાછા ઉલ્ટીઓ કરવા માંડ્યા હતા, અમે આ બધાને હોસ્પિટલ લઈ ગયાં. 3 કિલો ખીરું ખરીદ્યુ ને 300 ગ્રામના ઉપયોગથી પ્રશ્ર! મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ત્રણ કિલો જેટલું ખીરૂ ખરીદવામાં આવ્યું હતું. જેમાંથી બે દિવસ બાદ 2700 ગ્રામ જેટલું ખીરૂ ડેરી માલિકને પાછું આપવામાં આવ્યું હતું. જેથી માત્ર 300 ગ્રામ જેટલા ખીરામાંથી ઢોંસા બનાવવામાં આવ્યા હતા જે સમગ્ર શંકા ઉપજાવી રહી છે. 'એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું' ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે જણાવ્યું હતું કે, દિવસે સાંજે અમારે ત્યાં એ બહેન (ગ્રાહક) અને એમના મિસ્ટર ખીરું લેવા આવ્યા હતા. અમે એમને ખીરું આપ્યું હતું. તે સિવાય પણ અમારા બીજા ઘણા ગ્રાહકો, એટલે કે દિવસનું અમારે 100થી 125 કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું અને બીજા અન્ય ગ્રાહકોને પણ આપ્યું હતું, પણ કોઈને કશી તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ, ઘનશ્યામ ડેરીમાં જ અમે બનાવીએ છીએ. બીજા કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી. પરિવારે એ જ સાંજે અને બીજા દિવસે પણ ઢોસા ખાધા હતા આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાએ જણાવ્યું હતું, 5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે KD હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
Read Original Article →