અમદાવાદને 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાનું લક્ષ્ય:રોડ પર રખડતા કૂતરાઓની ગણતરી શરૂ, કુતરાના લોકેશન અને રસીની માહિતી સાથેની તમામ ડીટેલ મેળવાશે
'રેબીઝ ફ્રી અમદાવાદ-2030' અભિયાન અંતર્ગત શહેરમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ડોગ સેન્સસ (શ્વાન ગણતરી) હાથ ધરવામાં આવી છે. વર્ષ 2019ના સર્વે મુજબ શહેરમાં અંદાજે 2,10,000 રખડતા કુતરાઓ હતા. હાલમાં નવી ગણતરીમાં ડુપ્લીકેશન અટકાવવા માટે GPS, ફોટોગ્રાફી અને જીઓ-ટેગિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના બહેરામપુરા વોર્ડમાં સૌપ્રથમ ડોગ સેન્સર કરવામાં આવી છે જેમાં 1100 જેટલા રખડતા કૂતરાઓ નોંધાયા છે. કુતરાઓના લોકેશનથી લઈ ખસીકરણ અને વેક્સિનેશન સુધીની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. 28 લાખના ખર્ચે શહેરભરના કૂતરાઓની ગણતરી કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરમાં ચાલુ વર્ષે ડોગ સેન્સસ કરવામાં આવી છે. રૂ. 28 લાખથી વધુના ખર્ચે 10 મહિનામાં શહેરભરના કૂતરાઓની ગણતરી કરવામાં આવશે. અત્યારે હાલમાં બહેરામપુરા વોર્ડમાં ગણતરી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 1100 જેટલા કુતરાઓ નોંધાયા છે. ખાસ કરીને ખસીકરણ થયેલા 5,071 શ્વાનોમાં 'માઇક્રોચીપ' લગાવવામાં આવી છે. આ ચીપના કારણે શ્વાનનું 'રી-વેક્સિનેશન' (ફરીથી રસીકરણ) કરવું સરળ બનશે. ઝોન વાઇઝ જોઈએ તો સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1,642 અને પશ્ચિમ ઝોનમાં 833 શ્વાનોમાં માઇક્રોચીપિંગ પૂર્ણ થયું છે. 1.86 લાખ શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરાયું
આ સર્વેના આધારે જે શ્વાનોનું ખસીકરણ બાકી હશે, તેમને શોધીને ત્વરિત રસીકરણ પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવશે જેથી જન્મદર પર કાબૂ મેળવી શકાશે. છેલ્લા સાત વર્ષમાં AMCએ નોંધપાત્ર કામગીરી કરી
રસીકરણ કામગીરીમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 1,86,884 શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ અત્યાર સુધીમાં રૂ.18,78,42,194 નો ખર્ચ કરવામાં આવ્યો છે. સતત કામગીરીના કારણે શહેરમાં નાના ગલુડિયાઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને વૃદ્ધ શ્વાનોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. મહત્ત્વના અવલોકનો
Read Original Article →