એપ્રિલ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં રોગચાળો વકર્યો:શહેરમાં ઝાડા-ઉલટીના 106, ટાઈફોઈડના 22 અને કમળાના 6 કેસ નોંધાયા
એપ્રિલ માસના પ્રથમ પાંચ દિવસમાં જ અમદાવાદમાં ઝાડા-ઉલટીના 106 કેસ નોંધાયા હતા. પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 22 કેસ, કમળાના 6 કેસ નોંધાયા હતા, જ્યારે એપ્રિલના આ સમયગાળામાં કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી. પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા. આ પાંચ દિવસમાં ચિકનગુનિયા કે ઝેરી મેલેરિયાનો કોઈ કેસ નોંધાયો નથી. પાણીના 1,004 સેમ્પલમાંથી 6 નમૂના અનફિટ જાહેર
જાન્યુઆરી 2026થી 5 એપ્રિલ સુધીના કુલ આંકડા જોઈએ તો શહેરમાં ડેન્ગ્યુના કુલ 80 કેસ અને સાદા મેલેરિયાના 21 કેસ નોંધાઈ ચૂક્યા હતા. આ રોગચાળાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના 1,004 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા. એપ્રિલના પ્રથમ પાંચ દિવસમાં કુલ 6,675 રેસીડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરના 26 જેટલા હાઈ-રિસ્ક વિસ્તારોમાં ઈજનેર અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. AMCનું ડ્રેનેજ અને પાણી પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાન
AMCના ડેટા મુજબ, અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, સરસપુર અને વટવા જેવા વિસ્તારોમાં ડ્રેનેજ ચોકિંગ અને પાણીના પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન આ વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનોના લિકેજને લગતી કામગીરીમાં ગત વર્ષની સરખામણીએ સુધારો જોવા મળ્યો છે.
Read Original Article →