ટીન્ડર પરની મિત્રતા યુવકને ભારે પડી!:ડેટિંગ એપ પર સંપર્ક કરી યુવતીએ રોકાણની લાલચ આપી રૂ.56 લાખની છેતરપિંડી આચરી

Gujarat4/5/2026, 6:44:49 AM
ટીન્ડર પરની મિત્રતા યુવકને ભારે પડી!:ડેટિંગ એપ પર સંપર્ક કરી યુવતીએ રોકાણની લાલચ આપી રૂ.56 લાખની છેતરપિંડી આચરી
શહેરમાં ફાર્મા કંપનીના ડેપ્યુટી મેનેજર યુવકે ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરી જે બાદ યુવતીની વાતોમાં આવીને અજાણી એપ્લિકેશનમાં રોકાણ કર્યું હતું. યુવકે લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે મોટો નફો બતાવતા હતાં, જેથી યુવકે નફો ઉપાડવા વધુ લખો રૂપિયા ભર્યા છતાં યુવકને કોઈ રકમ પરત આપી નહોંતી. યુવક સાથે થયેલી 56.35 લાખની છેતરપિંડી મામલે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીની વાતોમાં આવી એપ ડાઉનલોડ કરી મણીનગરમાં રહેતો 40 વર્ષીય યુવક ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. યુવક પાંચ વર્ષથી ડેટિંગ એપ્લિકેશન ટિન્ડર વાપરે છે. યુવકને ટીન્ડર પર આરોહી ગુપ્તા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને થોડા સમય વાતચીત કરી જે બાદ આરોહીએ યુવકને કરન્સી ટ્રેડિંગના રોકાણ કરવાનું જણાવ્યું હતું, જેમાં સારો નફો થાય એવી લાલચ આપી હતી. યુવકે આરોહીની વાતોમાં આવીને એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, જેમાં યુવકે તેની ડોક્યુમેન્ટ સહિતની વિગતો ભરીને એકાઉન્ટ ખોલાવ્યું હતું. એકાઉન્ટમાં શરૂઆતમાં યુવકે 40,000નો રોકાણ કરતા નફા સાથે 43,000થી વધુ ની રકમ બતાવતા હતા, જેથી યુવકને વિશ્વાસ આવી ગયો હતો. પૈસા ઉપાડવા વધુ રકમ ભરવા કહ્યું યુવકે આરોહીની વાતોમાં વિશ્વાસ કરીને ટુકડે-ટુકડે એપ્લિકેશનમાં 35. 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે યુવકને 1.24 કરોડ રૂપિયા નફો બતાવતા હતા. યુવકે નફા સાથેની રકમ ઉપાડવાનો પ્રયત્ન કરતા યુવકને ટેક્સ અને અલગ અલગ બહાના હેઠળ પૈસા ભરવાનું જણાવતા યુવકે 17 લાખ અને 3.95 લાખ એમ અલગ-અલગ રકમ પણ ભરી હતી. છતાં યુવકને કોઈ રકમ પરત આપવામાં આવી નહોતી, જેથી યુવકને તેની સાથે ફ્રોડ થયાની જાણ થતા યુવકે 56.35 લાખની છેતરપિંડી મામલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Read Original Article →