સાબરમતી રિવરફ્રન્ટ પર 'સાયક્લોથોન':ધારાસભ્યો-સાંસદ સહિત 1000 લોકોએ સાયકલ ચલાવી; નજીકના સ્થળે જવા સાયકલનો ઉપયોગ કરવા મેયરની અપીલ

Gujarat6/7/2026, 5:09:34 AM
સાબરમતી રિવરફ્રન્ટ પર 'સાયક્લોથોન':ધારાસભ્યો-સાંસદ સહિત 1000 લોકોએ સાયકલ ચલાવી; નજીકના સ્થળે જવા સાયકલનો ઉપયોગ કરવા મેયરની અપીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'સાયક્લોથોન'નું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પાલડી ખાતે આવેલા સરદાર બ્રિજ લોઅર પ્રોમિનેડ, માયબાઈક હોલ્ડિંગ એરિયા ખાતે કરવામાં આવ્યું હતું. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર, ધારાસભ્યો, સાંસદ સભ્યો, મ્યુનિસિપલ કમિશનર, ડોક્ટરો, વકીલો, સ્કૂલ - કોલેજના વિદ્યાર્થીઓ સહિત 1000 લોકોએ સાયકલ ચલાવી હતી. સાયકલનો ઉપયોગ કરવા અને પર્યાવરણનું જતન કરવા મેયર હિતેશ બારોટે નાગરિકોને અપીલ કરી હતી. 1000થી વધુ લોકોએ રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવી મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફિટ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા દર રવિવારે 30 મિનિટ સાયકલ ચલાવવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયકલોથોન આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, ડોક્ટરો, વકીલો અને અન્ય લોકો મળી 1000થી વધારે લોકોએ રિવરફ્રન્ટ પર આજે સાયકલ ચલાવી છે. ‘સાયકલનો ઉપયોગ કરવો જોઇએ’ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંધણ બચાવવા માટે અપીલ કરી છે ત્યારે દરેક લોકોએ પોતાની જીવન જરૂરિયાતમાં સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. અમદાવાદના સૌ નગરજનોને મારી નમ્ર વિનંતી છે કે જે રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ નજીકના સ્થળે જવા માટે લોકોએ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પર્યાવરણનું પણ જતન થઈ શકશે. ઝુમ્બા, એરોબિક્સ અને યોગ એક્ટિવિટીનું આયોજન રાજ્યભરમાં ચાલી રહેલા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે, નિયમિત વ્યાયામ અને સાયકલિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેમજ ફિટ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ વ્યાપક બને તે હેતુસર આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે ઝુમ્બા, એરોબિક્સ અને યોગ જેવી આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફિટ ઇન્ડિયા, મેદસ્વિતા મુક્ત ગુજરાત અને સ્વસ્થ જીવનશૈલીના સંકલ્પને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી. કોર્પોરેશનના પદાધિકારી, સાયક્લિંગ ક્લબના સભ્યો જોડાયા આ 'સાયક્લોથોન'માં અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, શાસક પક્ષના નેતા જશુ ઠાકોર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, નાગરિકો, સ્કૂલ બોર્ડના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, જિમ્નેશિયમ અને સ્વિમિંગ પૂલના કોચ તથા સભ્યો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પોલીસ દળ, એન.સી.સી. સહિતના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ અમદાવાદની વિવિધ સાયક્લિંગ ક્લબના સભ્યો જોડાયા હતા.
Read Original Article →