ક્રાઇમ બ્રાન્ચે સોનું-1 લાખ પડાવ્યા, સેલ્સ ગર્લનો સનસનીખેજ આરોપ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને કોર્ટનું તેડું, સોમવારે વધુ સુનાવણી

Gujarat5/23/2026, 7:42:36 AM
ક્રાઇમ બ્રાન્ચે સોનું-1 લાખ પડાવ્યા, સેલ્સ ગર્લનો સનસનીખેજ આરોપ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને કોર્ટનું તેડું, સોમવારે વધુ સુનાવણી
અમદાવાદના નિકોલમાં સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી દ્વારા 1.66 કરોડના ઘરેણાની ચોરીના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આરોપી સેલ્સ ગર્લે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચે સોનું અને 1 લાખ રૂપિયા પડાવ્યા છે. ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન નથી થયું અને કોઈ પણ મહિલા પોલીસ વિના ક્રાઇમ બ્રાન્ચે ચેકિંગ કર્યું હોવાનો હર્ષિદા શેટ્ટીએ આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે કોર્ટે ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે. આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં 11 મે 2026ના રોજ જ્વેલર્સ શો રૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ 1.66 કરોડના દાગીનાની ચોરી કરી હતી. જે મામલે હર્ષિદાએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે ચોરી કરી હતી. ત્યાર બાદ બંને ભાગીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં સાથે રહ્યા હતા. જોકે, હર્ષિદા નાહવા ગઈ તે સમયે બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદા શેટ્ટી માણકેચોકમાં દાગીના વેચવા આવી ત્યારે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેના બોયફેન્ડની પણ ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા બંને પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શો રૂમમાં એક લકી ઓછી જણાતા તપાસ કરાઈ નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ આભૂષણ નામનો સોના-ચાંદીનો શો રૂમ ધરાવીને વ્યવસાય કરે છે. દર્શનભાઈના શો રૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત કૂલ 19 લોકોનો સ્ટાફ કામ કરે છે. 11 મહિના પહેલા શો રૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ્સ તરીકે જોડાઈ હતી. જોકે, 11 મે 2026ના રોજ સાંજે 5 વાગ્યે દર્શનભાઈ શો રૂમ ઉપર આવ્યા હતા અને તે સમયે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો, ત્યારે સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. આ પણ વાંચો: Stay Loyalનું સ્ટેટસ, શૂટ-પેન્ટ ને ચહેરા પર સ્માઇલ; અમદાવાદના શો-રૂમમાંથી વીંટી, ચેઇન, લકી, બુટ્ટી, મંગળસૂત્ર લઈ રફુચક્કર CCTVમાં હર્ષિદા દાગીના કાઢી ખિસ્સામાં મુક્તિ દેખાઈ આ દરમિયાન શો રૂમમાં હાજર સેલ્સ ગર્લ્સ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર નહોતી. જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું કે, તમારી રજા લઈને ઇમરજન્સી કામ હોવાથી 4:30 વાગ્યે નીકળી ગઈ હતી. દર્શનભાઈએ કોઈ રજા આપી નહોતી અને કહ્યા વગર નીકળી જતા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં શો રૂમમાં લાગેલા CCTV તપાસતા હર્ષિદા સાંજે 4થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મુક્તિ જોવા મળી હતી. શો રૂમમાંથી 1.66 કરોડના દાગીના ગાયબ હતા ત્યાર બાદ હર્ષિદા દુકાનના બીજા માળે આવેલા સ્ટોર રૂમ તરફ ગઈ હતી અને ત્યાંથી પોતાની બેગ લઈને બહાર નીકળી હતી. હર્ષિદાના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા તે સ્વિચ ઓફ આવતો હતો. જેથી આખા શો રૂમમાં સોનાના દાગીનાની તપાસ કરતા સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ મળી કૂલ 1.66 કરોડના સોનાના દાગીના લઈને ફરાર થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. 18 લાખના દાગીના માણેકચોકમાં વેચવા આવતા અટકાયત આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, હર્ષિદા દાગીના લઈને માણેકચોકમાં વેચવા આવી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચી હર્ષિદા દાગીના વેચે તે પહેલાં જ તેની અટકાયત કરી હતી. હર્ષિદાને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા તેની પાસેથી 18 લાખના ચોરીના દાગીના મળી આવ્યા હતા. હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોર્યા હતા, ત્યારે 18 લાખના દાગીના મળતા બાકીના મુદ્દામાલ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. હર્ષિદા દાગીના લઈ બોયફ્રેન્ડ સાથે ઉત્તર ભારત તરફ ભાગી હર્ષિદાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે દાગીના ચોરી કર્યા બાદ તેના બોયફ્રેન્ડ સાથે ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ગઈ હતી. બંને ચોરીના દાગીના લઈને સાથે રહ્યા હતા. આ દરમિયાન એક દિવસ હર્ષિદા નાહવા ગઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ 18 લાખના દાગીના મૂકી બાકીના દાગીના લઈ ત્યાંથી નાસી ગયો હતો. હર્ષિદાને જાણ થઈ ત્યારે તેને પણ ધ્રાસ્કો લાગ્યો હતો જેથી તેણે બોયફ્રેન્ડને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થયો જ નહોતો. છ મહિના પહેલા જ હર્ષિદાનો યુવક સાથે સંપર્ક થયો હતો હર્ષિદાની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેના અગાઉ લગ્ન થયા હતા જેમાંથી છૂટાછેડા પણ થયા હતા. 11 મહિનાથી નોકરી કરતી હતી જેથી શેઠને વિશ્વાસ હતો. હર્ષિદાના શેઠ ધંધાની બાબતમાં ક્યાય બહાર જવાનું હોય તો હર્ષિદાને જ્વેલર્સ શો રૂમ તરફથી મોકલતા હતા. આ દરમિયાન હર્ષિદાને એક યુવક સાથે સંપર્ક થયો હતો. હર્ષિદાએ બોયફ્રેન્ડ સાથે સેટલ થવા શો રૂમમાં ચોરી કરી છેલ્લા 6 મહિનાથી હર્ષિદા અને યુવક એકબીજાના પરિચયમાં આવ્યા હતા. યુવક પરિણીત હતો અને બાળકો પણ છે. તે જાણ હોવા છતાં બંને વચ્ચે 4 મહિનાથી પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન બોયફ્રેન્ડે સાથે રહીને સેટલ થવાની વાતચીત કરી હતી. હર્ષિદા ઘણા સમયથી એકલી હોવાથી ભાવુક થઈ ગઈ હતી. હર્ષિદાએ બોયફ્રેન્ડની વાતોમાં આવીને શો રૂમમાંથી ચોરી કરી હતી. જોકે, અંતમાં હર્ષિદાને પણ બોયફ્રેન્ડે દગો આપ્યો હતો. હર્ષિદાની ધરપકડ કરી નિકોલ પોલીસને સોંપવામાં આવશે.
Read Original Article →