એક્ટિવા પર MD ડ્રગ્સની ડિલિવરી:દાણીલીમડામાં ડ્રગ્સ લઈને નીકળેલા બે રાજસ્થાની પેડલરોને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા, બાતમીના આધારે સફળ કાર્યવાહી
અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાણીલીમડા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી બે પેડલરોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. બાતમીના આધારે ‘લાઇવ રેડ’
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. આઈ.એન. ઘાસુરાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખસો એક્ટિવા પર એમ.ડી. (MD) ડ્રગ્સની ડિલિવરી આપવા નીકળ્યા છે. આ બાતમીના આધારે પોલીસે બહેરામપુરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ રેડ દરમિયાન એક્ટિવા પર જઈ રહેલા બે પેડલરોને આંતરીને તેમની તલાશી લેતા પોલીસને ડ્રગ્સ મળી આવ્યું હતું, જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝડપાયેલો મુદ્દામાલ અને આરોપીઓ
પોલીસે સ્થળ પરથી આશરે 52.410 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, વજન કાંટો, ઝીપ બેગ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે: તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલમાં દાણીલીમડા વિસ્તારમાં રહીને ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જુહાપુરા અને ફતેવાડી બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારો પણ ડ્રગ્સના હબ બની રહ્યા હોય તેમ જણાય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ પેડલરો ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને કોને ડિલિવરી આપવાના હતા. આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →