અમદાવાદમાં કુખ્યાત આરોપીના પગમાં પીઆઇએ ગોળી મારી:સાયન્સ સિટીમાં ધમા બારડનો ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; હત્યા સહિત 26 ગુનામાં વોન્ટેડ

Gujarat5/25/2026, 3:41:52 PM
અમદાવાદમાં કુખ્યાત આરોપીના પગમાં પીઆઇએ ગોળી મારી:સાયન્સ સિટીમાં ધમા બારડનો ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; હત્યા સહિત 26 ગુનામાં વોન્ટેડ
અમદાવાદના કૃષ્ણનગરમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ધમા બારડના પગમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણે ગોળી મારી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ધમા બારડની ધરપકડ કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન આરોપીએ પોલીસ અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્વબચાવમાં આરોપીના પગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘાયલ આરોપી ધમા બારડને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પીઆઇ મેહુલ ચૌહાણે આરોપી સંગ્રામસિંહ પર પણ ફાયરિંગ કર્યું હતું. પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપીમાં પગમાં ગોળી ધરબી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ બાતમી મળતા જ સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્ક પાસે કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડની ધરપકડ કરવા પહોંચ્યા હતા. આ ઓપરેશન દરમિયાન આરોપી ધમા બારડે પોલીસ પર પિસ્તોલ તાણી હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણે આરોપીના પગમાં ગોળી ધરબી હતી. પોલીસે ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારને સફળતાપૂર્વક કસ્ટડીમાં લઈ તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી હર્ષદ પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતો. હત્યા સહિતના 26 ગંભીર ગુનાઓ પકડાયેલો આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો એક રીઢો ગુનેગાર છે અને તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી (તોડબાજી), ધાડ, લૂંટ, રમખાણો (રાયોટિંગ) તેમજ આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) અને પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી ધારો)ના ઉલ્લંઘન જેવા અનેક સંગીન ગુનાઓનો સમાવેશ થાય છે. આ સમાચાર પણ વાંચો સુરતના હાફ એન્કાઉન્ટરની એ 5 મિનિટમાં શું-શું થયું? સુરતમાં વરાછાની SBI બેંકમાં ગત 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી લૂંટના આરોપી શુભમ ઠાકુરને જ્યાં હથિયાર સહિતનો સામાન સંઘર્યો હતો એ કન્યાસી ગામ લઈ જવાયો હતો. રિકન્સ્ટ્રક્શન અને રિકવરીની આ કાર્યવાહી દરમિયાન સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં શુભમ ઠાકુરે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે વળતા જવાબમાં પગમાં ગોળી ધરબી દીધી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →