રહેણાંક મકાનનો દસ્તાવેજ કરવા ₹2.50 લાખની લાંચનો કેસ:સબ રજિસ્ટ્રાર વતી લાંચ સ્વીકારાતા આરોપીની જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે નકારી

Gujarat5/16/2026, 3:15:59 AM
રહેણાંક મકાનનો દસ્તાવેજ કરવા ₹2.50 લાખની લાંચનો કેસ:સબ રજિસ્ટ્રાર વતી લાંચ સ્વીકારાતા આરોપીની જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે નકારી
મકાનનો દસ્તાવેજ કરવા સબ રજિસ્ટ્રાર વતી રૂ. 2.50 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયેલા આરોપી નરેન્દ્ર બોહરાએ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં જજ બી. બી. જાદવે સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલોને આધારે અરજદાર આરોપીની જામીન અરજી નકારી નાખી છે. શું હતી સમગ્ર ઘટના? કેસની વિગતો મુજબ, એક વ્યક્તિના રહેણાક મકાનનો દસ્તાવેજ કરવાનો હતો, જેમાં સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ દ્વારા પહેલા ક્ષતિ કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેઓના કચેરીના કરાર આધારિત સ્ટેમ્પિંગ કરનારા જય ભીલ દ્વારા ફરિયાદીને વ્હોટ્સએપ કોલ કરી તમારૂ દસ્તાવેજનુ કામ થઇ જશે, તમારે કલેકટર કચેરી ખાતેથી અમુક પ્રકારના શર્ટી લાવવાની હવે જરૂર નથી તેમ જણાવ્યું હતું. ટોકન અનલોક કરવા ઓનલાઇન નાણાં લીધા સબ રજિસ્ટ્રાર કચેરી નરોડા 6માં ઓપરેટર તરીકે કામ કરતા જય ભીલ અને કરાર આધારિત સર્ચ ઓપરેટર રાહીલ શેખ ફરિયાદીને મળ્યાં હતાં અને ફરીયાદીને ટોકન અનલોક કરવા સારૂ આરોપી રાહીલ શેખનાએ તેના મિત્રના QRથી ઓનલાઇન 35 હજાર રૂપિયા ફરિયાદી પાસેથી મેળવ્યાં હતાં. સબ રજિસ્ટ્રાર વતી 2.50 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચના નાણાં આરોપીઓને આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. એસીબીના છટકામાં આરોપીઓ રંગેહાથ ઝડપાયા ACBએ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમિયાન આરોપી જય ભીલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, સબ રજિસ્ટ્રાર વતી આરોપી અન્ય ખાનગી વ્યક્તિ સાથેના મેળાપીપણામાં લાંચના નાણાં સ્વિકારી રંગે હાથ પકડાઇ ગયા હતા. આ કેસમાં આરોપીઓએ જામીન માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેને જજ બી. બી. જાદવે નકારી કાઢી હતી.
Read Original Article →