સગીર સાથે ઓરલ સેક્સ આચરનાર આરોપીને 10 વર્ષની કેદ:પીડિતને 5 લાખનું વળતર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો ચુકાદો

Gujarat6/4/2026, 2:15:22 PM
સગીર સાથે ઓરલ સેક્સ આચરનાર આરોપીને 10 વર્ષની કેદ:પીડિતને 5 લાખનું વળતર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો ચુકાદો
વર્ષ 2019માં અમદાવાદના અસલાલી પોલીસ મથકે નરોડાના રહેવાસી 24 વર્ષીય આરોપી સાગર શનાભાઈ સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે 19 સાહેદ, 28 પુરાવાઓ ચકાસીને તેમજ સરકારી વકીલ ટી.પી.ચુડાસમાની દલીલોને આધારે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સરકારને પીડિતને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે. 12 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આ કેસમાં ભોગ બનનારા એક 12 વર્ષનો સગીર બાળક છે, જે ધોરણ 6 નો વિધાર્થી હતો. આરોપી ઉપર પીડિત બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય- ઓરલ સેક્સ આચરવાનો અને સહ આરોપી એક સગીરની મદદથી તેનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાનો ગંભીર આરોપ હતો. એપ્રિલ 2019 ના રોજ પડોશીઓએ પીડિતના પિતાને મોબાઈલમાં રહેલો એક આપત્તિજનક વીડિયો બતાવ્યો હતો. પિતાએ જ્યારે બાળકને પૂછ્યું ત્યારે બાળકે જણાવ્યું કે એપ્રિલ, 2019ના એક દિવસે જ્યારે તે ક્રિકેટ રમતો હતો, ત્યારે આરોપી સાગરે તેને અવાવરૂ ખેતરમાં લઈ જઈ, જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે ઓરલ સેક્સ આચર્યું હતું અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરે તેનો વીડિયો ઉતાર્યો હતો. મુખ્ય આરોપીને 10 વર્ષ કેદની સજા આરોપી તરફે દલીલ કરાઈ હતી કે, બાળકના પરિવાર સાથે અગાઉથી ચાલતી અદાવતના કારણે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. કોર્ટે વીડિયો શૂટ કરનાર સહ આરોપી એક સગીર સામે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ અલગથી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી સાગરને દોષિત ઠેરવીને 10 વર્ષ સખત કેદની સજા ફટકારી છે.
Read Original Article →