અમદાવાદમાં કોંગ્રેસની હારનું ઠીકરું વોર્ડ પ્રમુખો પર ફોડાયું:6 વોર્ડના પ્રમુખોને દૂર કરાયા, કોંગ્રેસના વોટસએપ ગ્રુપમાં શહેર પ્રમુખના જ રાજીનામાની માગ

Gujarat5/15/2026, 12:30:06 AM
અમદાવાદમાં કોંગ્રેસની હારનું ઠીકરું વોર્ડ પ્રમુખો પર ફોડાયું:6 વોર્ડના પ્રમુખોને દૂર કરાયા, કોંગ્રેસના વોટસએપ ગ્રુપમાં શહેર પ્રમુખના જ રાજીનામાની માગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક ગયા વર્ષ કરતા વધી છે પરંતુ ધાર્યા જેવું પરિણામ મેળવી શકી નહતી. જેથી નિરાશાજનક પરિણામ આવ્યા બાદ કારણ જાણવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા બેઠકો કરવામાં આવી હતી. ઝોન વાઈઝ બેઠક કરીને નિરાશાજનક પરિણામ કેમ આવ્યું તેની સમીક્ષા કરવામાં આવી હતી. જો કે તે બાદ હવે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા 6 જેટલા વોર્ડ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 6 જેટલા વોર્ડ પ્રમુખોએ નિરાશાજનક કામગીરી કરી હોવાનું જણાવી પ્રમુખની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસને 192માંથી માત્ર 32 બેઠકો મળી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ 160 અને કોંગ્રેસ માત્ર 32 બેઠક પર જીત હાંસિલ કરી શકી હતી. જો કે ગયા વર્ષ કરતા આ વર્ષે કોંગ્રેસ વધુ બેઠક પર જીત મેળવી શકી હતી. તેમાં પણ ખાડિયા કે જે ભાજપનો ગઢ માનવામાં આવતું હતું ત્યાં પહેલી વખત કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. પરંતુ છેલ્લા 20 વર્ષ બાદ પણ કોંગ્રેસ આ વર્ષે પણ વિપક્ષમાં જ જોવા મળશે. ધાર્યું પરિણામ ન આવતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શાસન ન મેળવી શકતા ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવામાં આવી હતી. 6 વોર્ડના પ્રમુખોને દૂર કરવામાં આવતા ભડકો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિત શહેર પ્રમુખની હાજરીમાં ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવામાં આવી હતી. નિરાશાજનક પરિણામ કેમ આવ્યું તેને લઈને શહેર પ્રમુખ દ્વારા વોર્ડ પ્રમુખ પર દોષનો ટોપલો ઢોળાવામાં આવ્યો હતો. કેટલાક વોર્ડ પ્રમુખોએ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિયતા રાખી હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. જો કે બેઠકના થોડા દિવસ બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 6 જેટલા વોર્ડ પ્રમુખોને પદ પરથી હટાવવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલના જ રાજીનામાની માગ જો કે હવે કોંગ્રેસના ગ્રુપમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો લોકો વિરોધ કરી રહ્યા છે. સોનલ પટેલના કારણે કોંગ્રેસને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ધાર્યું પરિણામ ન આવ્યું હોવાનું કાર્યકર્તાઓ ગ્રુપમાં ચર્ચા કરી રહ્યા છે. તેમજ સોનલબેન પટેલે રાજીનામું આપવું જોઈએ તેવી કાર્યકર્તાઓ પણ માંગ કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જોધપુર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે મારા સાથે 6 જેટલા વોર્ડ પ્રમુખોને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અમારો વોર્ડ એવો હતો કે જ્યાં ખૂબ મહેનત કરવા છતાં સારું પરિણામ મેળવી શક્યા નથી. જો કે અમને જવાબદારી પણ 4 મહિના પણ સોંપવામાં આવી છે. 4 મહિનામાં ક્યાંથી મહેનત કરીને વોર્ડમાં પેનલને જીત અપાવી શકીએ છીએ. શૂન્યથી સર્જન કરવા માટે સમય આપવો ખૂબ જરૂરી છે. સોનલબેન સંગઠનના માણસ જ નથી. સંગઠનના માણસ હોય તો આવો નિર્ણય ક્યારેય લે નહીં.
Read Original Article →