દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની સત્તાવાર જાહેરાત પહેલા પેનલ સક્રિય:ટેલિફોનિક જાણ કરાઈ હોવાના દાવા સાથે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો, પ્રથમ યાદીમાં નીરવ બક્ષીનું નામ કરાયું હતું જાહેર
ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 92 ઉમેદવારોને મેદાને ઉતાર્યાં છે. ઘણા વોર્ડમાં વિવાદને કારણે હજુ સુધી પેનલ પણ જાહેર કરવામાં આવી નથી. જેમાં દરિયાપુરમાં વિવાદના કારણે માત્ર પૂર્વ કોર્પોરેટર નીરવ બક્ષીના નામની જ ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દરિયાપુર વોર્ડ સમિતિ દ્વારા પેનલ જાહેર કરીને પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ગઈકાલે(6 એપ્રિલ) રાત્રે પેનલ દ્વારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને સાથે રાખીને સન્માન સમારંભ અને લોકસંપર્ક પણ કરવામાં આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો રહ્યો છે કે ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં નિર્વિવાદિત ઉમેદવાર જાહેર કરાયા હતા
મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં અનેક વિવાદ ઊભા થયા છે. જેથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સાથે બેઠક મળી હતી. રાજીવ ગાંધી ભવનમાં મળેલી બેઠકમાં માત્ર નિર્વિવાદિત ઉમેદવાર બેઠક પરના નામને લઈને જ ચર્ચા કરવામાં આવી હતી. જેથી વહેલી યાદી જાહેર થાય તો કોઈ વિવાદ ઉભો ન થાય. કારણ કે તમામ નેતાઓ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા માટે લોબિંગ કરી રહ્યા છે. જેથી જ્યાં વિવાદ ન સર્જાય તેવા નામ પહેલી યાદીમાં જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 92 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ પણ અનેક વિવાદો સામે આવી રહ્યા છે. વિવાદિત વોર્ડમાં બળવો ન થાય તે કોંગ્રેસ માટે પડકાર
દરિયાપુર વોર્ડ સમિતિના નામે નીરવ બક્ષીની સાથે સાથે પેનલમાં સમીરા શેખ, ઈમ્તિયાઝ શેખ અને મોના પ્રજાપતિ નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે. તેમજ વોર્ડમાં તમામનો સન્માન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.વિવાદિત વોર્ડમાં બળવો ના થાય માટે ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે.
Read Original Article →