અમદાવાદથી કોલંબો માટે નવી ફ્લાઇટનો પ્રારંભ:ફિટ્સ એર જૂન મહિનાથી શરૂ કરશે સીધી ફ્લાઇટ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) થી શ્રીલંકાના કોલંબો જવા ઈચ્છતા પ્રવાસીઓ માટે એરલાઇન કંપની 'ફિટ્સ એર' (FitsAir) દ્વારા આગામી 19 જૂનથી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ નવી સેવાને કારણે હવે અમદાવાદીઓ અમદાવાદની ગરમીથી બચવા જો ક્યાંક ફરવા જવાનું નક્કી કરે તો તેનો લાભ અમદાવાદીઓને મળશે. સોમવાર અને બુધવારે વહેલી સવારે કોલંબોની ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે
આ ફ્લાઇટ સેવાના શેડ્યૂલ મુજબ, અમદાવાદથી કોલંબો માટે અઠવાડિયામાં અલગ-અલગ દિવસોએ ફ્લાઇટ્સ ઉપલબ્ધ રહેશે. શુક્રવારે ફ્લાઇટ નંબર 8D964 સવારે 10:45 વાગ્યે અમદાવાદથી રવાના થઈ બપોરે 1:55 વાગ્યે કોલંબો પહોંચશે. જ્યારે વળતી ફ્લાઇટ 8D963 તે જ દિવસે સવારે 6:30 વાગ્યે કોલંબોથી ઉપડીને 9:40 વાગ્યે અમદાવાદ આવશે. આ ઉપરાંત, સોમવાર અને બુધવારે વહેલી સવારે 3:40 વાગ્યે પણ અમદાવાદથી કોલંબોની ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે. મંગળવાર અને રવિવારે રાત્રે કોલંબોથી ઉપડતી ફ્લાઇટ મોડી રાત્રે 2:35 વાગ્યે અમદાવાદ પરત ફરશે.
Read Original Article →