ઘાટલોડિયામાં આવેલી જમીન NA કરવાનો મામલો:સુપ્રીમ કોર્ટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને અરજીના તમામ પાસા અને કાયદેસરતા તપાસી નિર્ણય લેવા હુકમ કર્યો
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી એક જમીનને NA કરવા માટે કેટલા કરજદારોએ કલેક્ટર ઓફિસમાં અરજી આપી હતી. જેને કલેક્ટરે નકારી નાખતાં નોંધ્યું હતું કે અરજદારો જમીનના માલિકો છે કે કેમ તે સ્પષ્ટતા નથી, તે સંદર્ભનો કેસ સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે. રેકોર્ડમાં અરજદારનું નામ છે કે નહીં તે કલેક્ટરે તપાસવાનું હોય છે
કલેકટરના આ હુકમને અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેમાં સિંગલ જજ સમક્ષ અરજદારો વતી રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉ તુષાર ઘેલાણીના કેસમાં અપાયેલા ચુકાદા મુજબ કલેકટરને જમીન NA કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં હાઇકોર્ટ નિર્દેશ આપે. કારણકે NA કરવાની અરજીમાં રેકોર્ડમાં અરજદારનું નામ કબજેદાર તરીકે છે કે નહીં તે જ કલેકટરે તપાસવાનું હોય છે. ફક્ત સિવિલ કેસ પેન્ડિંગ હોવાથી કલેકટર અરજી નકારી શકે નહીં. અરજદારો કાયદેસરના જમીનના માલિક કે કબજેદાર નથી
જ્યારે સામા પક્ષે કહેવું હતું કે અરજદારો કાયદેસરના જમીનના માલિક કે કબજેદાર નથી. જમીન માલિકીનો કેસ સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે તુષાર ઘેલાણી સંદર્ભનો હુકમ આ કેસમાં લાગુ પડે નહીં. સિંગલ જજે કલેકટરના હુકમને રદ કરતા અરજદારોને ફરીથી નવી અરજી કલેકટર સમક્ષ કરવા નિર્દેશ આપ્યા હતા. જેની સામે સામા પક્ષકારો ડબલ જજની બેંચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. ડબલ જજની બેન્ચે પણ સિંગલ જજના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે સિવિલ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે, ત્યારે અરજદારોને દબાણકર્તા ગણી શકાય નહીં. કલેક્ટર સમક્ષ અરજદારો નવી અરજી ફાઇલ કરશે
આથી સામા પક્ષકારોએ ગુજરાત હાઇકોર્ટના ડબલ જજના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ એવા નિર્દેશ આપ્યા હતા કે કલેક્ટર સમક્ષ અરજદારો નવી અરજી ફાઇલ કરશે. તેમજ કલેકટર તમામ પ્રકારના પાસા અને કાયદેસરતા ચકાસીને અરજી ઉપર નિર્ણય કરશે. આમ જમીન NA કરવાના કલેક્ટરની સત્તાના અભિગમને આ ચુકાદો અસર કરશે. સુપ્રીમના અરજદારના વકીલના જણાવ્યા મુજબ આ ચુકાદાથી કલેકટરની જમીન NA કરવાની પ્રક્રિયામાં કાયદેસરતા તપાસી શકશે. જેથી ખેડૂતોને ફાયદો થશે અને ભૂ માફિયાઓની આવી અરજીઓ ઉપર અંકુશ આવશે.
Read Original Article →