15 મનપાના ભાજપ ઉમેદવારોના આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ:અમદાવાદમાં CM અને વડોદરામાં DyCM સહિતના દિગ્ગજ નેતા 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં હાજર રહેશે
રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપાની યોજના અનુસાર આજે 12 એપ્રિલ, રવિવારે સવારે 9:30 કલાકે 15 મનપાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારો સંકલ્પ લઈ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અમદાવાદના 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેશે
'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા, કાંકરિયા અમદાવાદ ખાતે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી કીર્તિ મંદિર, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે. 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ કોણ ક્યાં હાજર રહેશે તમામ 15 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ કાર્યક્રમમાં જનસેવાનો સંકલ્પ લેશે.
Read Original Article →