ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલો:માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે, 9 કલાકની પૂછપરછમાં પિતાનું ખીરુ ખરાબ હોવાનું એક જ રટણ
અમદાવાદના ચાંદખેડામાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવશે. બાળકીના માતા-પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. ગઈકાલે પોલીસે બાળકીના પિતાની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પરંતુ પિતાનું ખીરુ ખરાબ હોવાનું જ રટણ રહ્યું હતું. બાળકીના એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરીથી લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો
ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ
પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ
ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ
વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
Read Original Article →