સાબરમતીના ઉમેદવારનું નામ વોર્ડની યાદીમાં ઉમેરવાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી:ઉમેદવારનું નામ SIR બાદ વિધાનસભા મતદાર યાદીમાં નહોતું, ઓથોરિટી સમક્ષ અરજી બાદ ઉમેરવામાં આવ્યું હતું

Gujarat4/10/2026, 12:55:30 PM
સાબરમતીના ઉમેદવારનું નામ વોર્ડની યાદીમાં ઉમેરવાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી:ઉમેદવારનું નામ SIR બાદ વિધાનસભા મતદાર યાદીમાં નહોતું, ઓથોરિટી સમક્ષ અરજી બાદ ઉમેરવામાં આવ્યું હતું
અમદાવાદથી વર્ષા કટારા દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન અને અન્ય સંસ્થાઓને પક્ષકાર બનાવીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુજબ અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે સાબરમતી વિસ્તારના વોર્ડ નંબર 4 ની મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા વિનંતી કરી હતી. યાદીમાં નામ ઉમેરવાની અરજી 1 એપ્રિલ, 2026ના મંજૂર અરજદારનું નામ SIR પ્રક્રિયા બાદ વિધાનસભા મતવિસ્તારની યાદીમાં ન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક યાદીમાં પણ તેમનું નામ આવ્યું નહોતું. તેમણે 23 માર્ચ, 2026 ના રોજ નામ ઉમેરવા માટે ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. વિધાનસભા મતવિસ્તારની યાદીમાં નામ ઉમેરવાની તેમની અરજી 1 એપ્રિલ, 2026 ના રોજ મંજૂર કરવામાં આવી હતી. અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા હકદાર કોર્ટે અવલોકન કર્યું હતુ કે રાજ્ય ચૂંટણી પંચનું કાર્ય વિધાનસભાની મતદાર યાદીમાંથી AMC ની મતદાર યાદી તૈયાર કરવાનું છે અને તેને સ્વતંત્ર રીતે નામ ઉમેરવા કે ઘટાડવાનો અધિકાર નથી. કોર્ટે જણાવ્યું હતું કે વિધાનસભાની યાદીમાં નામ સામેલ થતા જ અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હકદાર બને છે. વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશ અરજદારે 10 દિવસની નિયત સમય મર્યાદા પહેલા અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા અરજી કરી હોવાથી, તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું જરૂરી છે. હાઈકોર્ટે આ અરજી મંજૂર કરી છે અને અરજદારનું નામ વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશ આપ્યો છે.
Read Original Article →