પૈસા-લેડીઝ અંડરગાર્મેન્ટની ચોરી કરતા જોઈ જતા ભત્રીજાએ ફૂઆની હત્યા કરી:અમદાવાદના વેપારીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, આરોપીને મહિલાના કપડા પહેરવાનો શોખ
અમદાવાદના શીલજ વિસ્તારમાં ફૂઆની હત્યા નિપજાવનાર ભત્રીજાને પોલીસે ઉદયપુરથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ લાવી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. બનાવના દિવસે ભત્રીજો જ્યારે ઘરમાં પૈસા અને મહિલાના અંડરગાર્મેન્ટની ચોરી કરી રહ્યો હતો ત્યારે જ ફૂઆએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેથી મામલો બહાર ન આવે તે માટે ભત્રીજાએ ફૂઆનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આરોપી યુવક મહિલાના વસ્ત્રો પહેરવાનો શોખ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. શીલજમાં રહેતા વેપારીની સાળાના દીકરાએ હત્યા નિપજાવી હતી
અમદાવાદના શીલજના અવનીશ હાઇટ્સમાં રહેતા મનીષભાઈની તેમના જ ફ્લેટમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.લાશ મળી આવતા મનીષભાઈના દીકરાએ પોલીસને જાણ કરી હતી.બોપલ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.પોલીસની તપાસ દરમિયાન ઘરમાં 10 દિવસથી રહેવા આવેલો મનીષભાઈના સાળાનો દીકરો વ્રજ સોની ગાયબ હતો. પોલીસે ફ્લેટના સીસીટીવી તપાસતા વ્રજ સોની ફ્લેટમાંથી થેલો લઈને મનીષભાઈની ગાડી લઈને પાર્કિંગમાંથી વહેલી સવારે જતો દેખાયો હતો,જેથી પોલીસે ઘરમાં તપાસ કરી ત્યારે મનીષભાઈના ઘરમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે બોપલ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બોપલ પોલીસ આરોપીને ઉદયપુરથી દબોચીને લાવી
બોપલ પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા આરોપી વ્રજ સોની હત્યા બાદ મૃતકની કાર લઈને ઉદયપુર તરફ ગયો હોવાની જાણ થઈ હતી,જેથી બોપલ પોલીસની ટીમ પણ આરોપીની ધરપકડ માટે ઉદયપુર પહોંચી હતી.પોલીસે આરોપીની ઉદયપુરથી ધરપકડ કરી હતી.આરોપી પાસેથી લૂંટ કરેલ રકમ પૈકીના 2 લાખ રૂપિયા મળી આવ્યા હતા.આ સાથે આરોપીએ ચોરી કરેલા લેડીઝ અંડર ગારમેન્ટ્સ પણ મળી આવ્યા હતા. ચોરી કરતા જોઈ જતા ભત્રીજાએ ફૂઆની હત્યા કર્યાનું સામે આવ્યું
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ ચોરી કરતો હતો ત્યારે ફુઆ મનીષભાઈ જોઈ ગયા હતા,જેથી આરોપીએ મનીષભાઈની ગળું દબાવી હત્યા કરી હતી.હત્યા કર્યા બાદ આરોપીએ તેના ફોઈના જ અંડર ગારમેન્ટની પણ ચોરી કરી હતી અને નાસી છૂટ્યો હતો. આરોપીને મહિલાઓના કપડા પહેરવાનો વિચિત્ર શોખ
પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આરોપી ક્યારેક મહિલાઓના કપડા પહેરવાનો શોખ ધરાવે છે,જેની ઘરમાં પણ જાણ હતી.આરોપીએ અગાઉ પણ મનીષભાઈના ઘરમાંથી 25 હજાર રૂપિયાની ચોરી કરી હતી.તે સમયે પરિવારના સભ્યોએ આરોપીને ફટકાર્યો પણ હતો.ત્યારે હવે બીજી વખત મનીષભાઈના ઘરમાં લૂંટ કરીને હત્યા કરી દીધી છે.બોપલ પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →