ગુજરાત બોર્ડની 11થી 20 જૂન સુધી પૂરક પરીક્ષા:88 બિલ્ડિંગ ને 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ, સેન્ટર પર આરોગ્યની ટીમ તૈનાત રહેશે; અમદાવાદ DEOનો એક્શન પ્લાન તૈયાર
આગામી 11 જૂનથી 20 જૂન સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા યોજવાની છે. જે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી અને અમદાવાદ ગ્રામ્ય શિક્ષણાધિકારી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 33 જેટલા પરીક્ષા સ્થળ પર 9223 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તો અમદાવાદ શહેરમાં 55 બિલ્ડિંગમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા આપવાના છે. પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. તેમજ અસહ્ય ગરમીના કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ દરેક સેન્ટર પર રાખવામાં આવશે. મુખ્ય અને પૂરક પરીક્ષામાંથી જે ગુણ વધુ હોય તે અંતિમ પરિણામમાં ગણાશે
ગુજરાત બોર્ડની બેસ્ટ ઓફ ટુ માટેની પરિક્ષામાં જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા છે અને જે લોકો પહેલા પરિણામથી સંતુષ્ટ નથી જેથી પરિણામ સુધારવા માટે બીજી વખત પરીક્ષા આપવાના છે. જેથી જે વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા આપશે તેમના મુખ્ય અને પૂરક પરીક્ષામાંથી જે ગુણ વધુ હોય તે અંતિમ પરિણામમાં ગણવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માટે બેસ્ટ ઓફ ટુ માટેની પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદમાં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા
અમદાવાદ શહેરમાં ધોરણ 10ના 10,169, ધોરણ 12 સામાન્ય 2930, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 2313 વિદ્યાર્થીઓ 55 બિલ્ડિંગમાં પરીક્ષા આપવાના છે. તો અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10ના 6013, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 1650 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1560 એમ કુલ 9223 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આરોગ્યની ટીમ તૈનાત રહેશે, CCTV ચકાસણી માટે અલગ ટીમની રચના
પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય તે માટે તમામ સેન્ટર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા લોકોને તાલીમ પણ આપવામાં આવી છે. તેમજ જે તે વિષયના વિષય શિક્ષકોને જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન CCTV કેમેરાની સી.ડી.ની દરરોજ ચકાસણી ખાસ બે સેન્ટર પર અલગ ટીમની રચના પણ કરવામાં આવી છે. અસહ્ય ગરમીના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પુરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. તેમજ દરેક સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે. 55 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ દ્વારા આગામી 11 તારીખથી બેસ્ટ ઓફ ટુ માટેની પરીક્ષા યોજાવાની છે. અમદાવાદ શહેરમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક પણ મળી હતી. તેમજ તમામ સ્ટાફની ટ્રેનિંગ અને નિમણૂક પણ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે આરોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના 55 જેટલા બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા આપવાના છે. ઘણી વખત એક પરીક્ષામાં પરિણામ ઓછું આવ્યું હોય તો પરિણામ સુધારવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. પોલીસ બંદોબસ્ત સાથે તમામ વ્યવસ્થા કરવામાં આવી
વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, બેસ્ટ ઓફ ટુ માટેની પરીક્ષા હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ તેનો લાભ લેતા હોય છે. ધોરણ 10 ની 31 બિલ્ડીંગમાં, ધોરણ 12 સામાન્ય પ્રવાહની 11 બિલ્ડિંગમાં અને વિજ્ઞાન પ્રવાહની 13 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 24,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ ટુ માટે પરીક્ષા આપવાના હોવાથી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ પરીક્ષા દરમિયાન સ્ટ્રોંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવે છે.
Read Original Article →