મનપાના ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ:સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ફોન આવ્યો

Gujarat4/10/2026, 9:58:50 AM
મનપાના ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ:સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ફોન આવ્યો
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની 9 એપ્રિલે ગઈકાલથી જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે (10 એપ્રિલ) સવારથી અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી. ત્યારે બપોરે 2:30 વાગ્યા બાદ અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. દેવાંગ દાણીને ટેલિફોનિક જાણ કરવામાં આવી AMCના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. એટલે કે દરેક ઉમેદવારોને સૌથી પહેલા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને પણ બોડકદેવમાંથી ઉમેદવાર તરીકે ફોન કરીને જાણ કરવામાં આવી છે. એ સાથે જ જોધપુર વોર્ડમાંથી ભારતીબેન ગોહિલને ઉમેદવારી માટેનો ફોન આવી ગયો છે. જોધપુર, બોડકદેવ વોર્ડના ઉમેદવારોને ફોન આવ્યા આજે બપોર બાદ વેજલપુર વિધાનસભામાં આવતા તમામ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. સૌપ્રથમ જોધપુર વોર્ડ, બોડકદેવ વોર્ડ, સરખેજ વોર્ડ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી. જ્યારે સરખેજ વોર્ડમાં એક પણ કોર્પોરેટર રિપીટ થાય તેવી શક્યતા નહીંવત છે. જ્યારે વેજલપુર બોર્ડમાં રાજેશ ઠાકોર અને પારુલ દવેને ફોન કરીને ઉમેદવાર તરીકેની જાણ કરવામાં આવી છે. જો કે ભાજપની સત્તાવાર યાદી ગમે ત્યારે જાહેર કરવામાં આવી શકે છે. તો આ તરફ સરસપુર-રખિયાલ વોર્ડમાં રાજકુમાર રાજપૂત, ચિરાગ ઠાકોર, ભારતી વાણીયા, ચંદ્રિકા પટેલને ઉમેદવાર તરીકેના ફોન આવી ચૂક્યા છે. જ્યારે સરખેજ વોર્ડમાંથી નવા ચહેરાઓને ટિકિટ મળી રહી છે. એટલે કે રાજુ શુક્લ, દિવ્યેશ ત્રિપાઠી, હેમા શાહ અને જેઠી ભરવાડને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.વેજલપુર વોર્ડની વાત કરીએ તો દેવાંગ મહેતા પારુલ દવે, રાજેશ ઠાકોર, જુલી ચૌહાણને પણ ફોન કરીને ઉમેદવારી માટે જાણ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ભાજપના આ ઉમેદવારને ફોન આવ્યો સરસપુર - રખિયાલ રાજકુમાર રાજપૂત ચિરાગ ઠાકોર ભારતી વાણિયા ચંદ્રિકા પટેલ જોધપુર વોર્ડ ભાગ્યેશ પટેલ વિનોદ પટેલ (જાખડ) ભારતીબેન ગોહિલ નયનાબેન કોટક વેજલપુર વોર્ડ દેવાંગ મહેતા પારુલ દવે રાજેશ ઠાકોર જુલી ચૌહાણ સરખેજ વોર્ડ રાજુ શુક્લ દિવ્યેશ ત્રિપાઠી હેમા શાહ જેઠી ભરવાડ બોડકદેવ વોર્ડ દેવાંગ દાણી ધરમશી દેસાઈ પારુલ મકવાણા ભાવના પટેલ મક્તમપુરા વોર્ડ અભય વ્યાસ ગોપાલ ચૌહાણ હંસા પરમાર એકતા ઠાકોર બાપુનગર વોર્ડ પ્રવિણ પટેલ જયશ્રીબેન દાસરી ગોપાલ સેંગર
Read Original Article →