અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપના 2200 દાવેદારો:બીજા દિવસે સૌથી વધુ થલતેજ વોર્ડમાં 70 દાવેદારી, જમાલપુર-મકતમપુરામાં સૌથી ઓછા દાવેદારો; 10 પૂર્વ કોર્પોરેટરોએ ટિકિટ માગી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ઓછા લઘુમતી મતવિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલે ઘાટલોડિયા વોર્ડમાંથી દાવેદારી નોંધાવી
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 એપ્રિલના રોજ યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ બોડકદેવ વોર્ડમાંથી, હિતેશ બારોટે થલતેજ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. ઘાટલોડિયા વોર્ડમાંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલ સહિતના દાવેદારોએ પણ દાવેદારી કરી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈ એ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ધરમશી દેસાઈ અમદાવાદના મેયર પદ માટેના મુખ્ય દાવેદાર ગણવામાં આવે છે. ધરમશી દેસાઈની સાથે તેમના પુત્ર ધનરાજ દેસાઈએ પણ દાવેદારી નોંધાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કયા વોર્ડમાંથી કેટલા દાવેદાર ક્યાં ક્યાં ઉમેદવારોએ દાવેદારી કરી ગોતા ઘાટલોડિયા થલતેજ બોડકદેવ બાપુનગર
Read Original Article →