રસ્તે ચાલતા જતા લોકો ભયમુક્ત રહે તે જરૂરી:બાઇક જોઈને ચલાવવાનું કહેતા માર મારીને ધમકી આપી, કોર્ટે ત્રણ આરોપીઓને એક વર્ષની કેદ ફટકારી

Gujarat5/27/2026, 10:13:20 AM
રસ્તે ચાલતા જતા લોકો ભયમુક્ત રહે તે જરૂરી:બાઇક જોઈને ચલાવવાનું કહેતા માર મારીને ધમકી આપી, કોર્ટે ત્રણ આરોપીઓને એક વર્ષની કેદ ફટકારી
અમદાવાદના અસલાલી પોલીસ મથકે વર્ષ 2016માં ચાર આરોપીઓ જગદીશ ઠાકોર, અનિલ ઠાકોર, ઉદાજી ઠાકોર અને સુનિલ ઠાકોર સામે અપશબ્દો બોલીને માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે ચાલી જતા કોર્ટે મૃત્યુ પામેલા ઉદાસી ઠાકોરને છોડીને ત્રણેય આરોપીઓને 1 વર્ષ કેદની સજા ફટકારી છે. ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કેસને વિગતે જોતા ફરિયાદી આનંદ મેળો જોવા પોતાના વિસ્તારમાં જઈ રહ્યા હતા. ત્યારે આરોપી જગદીશ ઠાકોરે ફરિયાદીના પગ આગળ બાઈક અડાડયું હતું. જેથી, ફરિયાદીએ જગદીશ ઠાકોરને બાઈક જોઈને ચલાવવાનું કહેતા તે ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ તેને ગાળો આપવાનું નહીં કહેતા તેના સમર્થનમાં અનિલ, ઉદાજી અને સુનિલ ઠાકોર આવી પહોંચ્યા હતા.જેઓએ ફરિયાદીને માર માર્યો હતો તેમજ છૂટી લાકડી મારતા માથા ઉપર સામાન્ય ઈજા થઈ હતી. જો ફરિયાદી ફરી વખત દેખાય આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આરોપીઓને એક વર્ષની કેદ અને 500નો દંડ ફટકાર્યો કોર્ટે 8 સાહેદ અને 5 પુરાવા તપાસીને તેમજ સરકારી વકીલ તુષાર.એલ.બારોટની દલીલોને આધારે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રસ્તે ચાલતા લોકો ભયમુક્ત રહે તે માટે આરોપીઓને દાખલારૂપ સજા કરવી જરૂરી માનીને આરોપીઓને એક વર્ષની કેદ અને 500 રૂપિયાનો વ્યક્તિગત દંડ ફટકાર્યો છે.
Read Original Article →