AMTS બસની રોંગ સાઈડમાં જતાં એક્ટિવાને જોરદાર ટક્કર, CCTV:મોત જોઈને યુવતીની ચીસ નિકળી ગઈ, ઉપરથી ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું, મોપેડ ફસાઈ ગયું
અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે ગઈકાલે (8 એપ્રિલ) સાંજના સમયે એએમટીએસ બસે એક્ટિવા સવાર બે યુવતીની અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવતી AMTS બસે જોઈને એક્ટિવા સવાર યુવતીની ચીસ નીકળી ગઈ હતી અને જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસના આગળના ભાગે એક્ટિવા ફસાઈ જતાં બન્ને યુવત પરથી બસનું ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. અવાજ સાંભણી લોકો દોડી આવ્યાં
સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, એક એક્ટિવા ઉપર બે યુવતી ચાર રસ્તા પરથી રોંગ સાઈડમાં જઈ રહી છે. આ દરમિયાન એએમટીએસ પૂર ઝડપે આવી રહી હતી અને બસની સ્પીડ પણ વધારે હોવાના કારણે યુવતીઓ બસના આગળના ભાગે ટકરાઈ હતી. એક્ટિવા પણ બસના આગળના ટાયર નીચે ફસાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભણીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી. આ પણ વાંચો… બેફામ AMTSએ બળદગાડાને ઉડાવ્યું, CCTV, રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી 7 દિવસ પહેલાં બળદગાડાને ઉડાવ્યું હતું
આ ઘટનામાં સદનસીબે બન્ને યુવતીનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, અમદાવાદમાં AMTS બસના ચાલકો બેફામ બસ ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. સાત દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી હતી. આ ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતાં.
Read Original Article →