AMCના અધિકારી-કર્મચારી માટે ફરજિયાત કાર પુલિંગ:ફિલ્ડ વિઝિટમાં પણ નિયમ લાગુ, BRTS-AMTSનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના, કમિશનરે પરિપત્ર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલની પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પરિપત્ર કરી જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે કારનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે કાર પુલીંગ કરીને આવવાનુ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ AMTS, BRTS, મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહતમ ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે. ફીલ્ડ વિઝીટમાં પણ કાર પુલિંગ અને ટુ વ્હીલર શેરિંગ
જે અધિકારીઓને ફીલ્ડ વિઝીટમાં જવાનુ હોય તેમણે સાથી અધિકારી-કર્મચારીઓ સાથે કાર પુલિંગ કરીને કે ટુ વ્હીલર શેરીંગ કરીને ફિલ્ડ વિઝીટમાં જવાનુ રહેશે. જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલર શેરીગ કરીને આવવા જવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ પણ વાંચો: હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, PMની અપીલની અસર:રાજ્યપાલ ST-ટ્રેનમાં મુસાફરી કરશે, ગુજરાત યુનિ.નો કાર પુલિંગનો નિર્ણય; મંત્રીઓ પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે પીએમ મોદીના વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઇંધણની બચત થશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કર્યો છે.વિગતવાર વાંચો સમાચાર
Read Original Article →